નવી દિલ્હીઃ દેશના મોટાભાગના PAN ધારકો પહેલાથી જ PAN કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરી ચૂક્યા છે, તો કેટલાક લોકોએ હજુ સુધી તેમના PANને તેમના આધાર સાથે લિંક કર્યું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેક્સ ડિપાર્ટમેન્ટે 9 જાન્યુઆરી, 2023 ના રોજ એક ટ્વિટ થકી માહિતી આપી,કે  “આવકવેરા અધિનિયમ, 1961 મુજબ, તમામ PAN ધારકો માટે આધારકાર્ડ લિંક કરવું ફરજિયાત છે.તારીખ 1.04.2023 થી, અનલિંક કરેલ PAN નિષ્ક્રિય થઈ જશે. 


કેવી રીતે PAN ધારકો તેમના PAN ને આધાર સાથે લિંક કરી શકે છે


1) https://www.incometax.gov.in/iec/foportal/ પર જાઓ અને 'ક્વિક લિંક્સ' વિભાગ હેઠળ 'લિંક આધાર વિકલ્પ' પર ક્લિક કરો.


2) હવે તમારો PAN અને આધાર નંબર દાખલ કરો અને પછી 'Validate' પર ક્લિક કરો.


3) જો આધાર અને PAN પહેલેથી જ લિંક છે, તો તમારી સ્ક્રીન પર 'PAN પહેલેથી જ આધાર સાથે લિંક્ડ છે' મેસેજ દેખાશે.


આ પણ વાંચોઃ Mukesh Ambani પાસે છે દુનિયાની સૌથી મોંઘી કારો : કારની કિંમત છે અધધ..બાપ્પા...


4) જો તમારું PAN તમારા આધાર સાથે લિંક નથી અને તમે NSDL પોર્ટલ પર ચલણ ચૂકવ્યું છે, તો ચુકવણીની માહિતી ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ થકી માન્ય કરવામાં આવશે. PAN અને આધાર ચકાસ્યા પછી, તમને એક પોપ-અપ સૂચના મળશે જેમાં કહેવામાં આવશે કે તમારી ચૂકવણીની વિગતો ચકાસવામાં આવી છે.


5) જરૂરી વિગતો દાખલ કર્યા પછી, લિંક આધાર વિકલ્પ પર ક્લિક કરો અને પછી તમારા મોબાઇલ ફોન નંબર  6 અંકનો OTP દાખલ કરો.


6) આધાર-PAN લિંક માટે તમારી વિનંતી સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી, તમે હવે તેની સ્થિતિ ચકાસી શકો છો.


7) જો ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ચુકવણીની વિગતો ચકાસાયેલ ન હોય અને જો તેઓએ NSDL પોર્ટલ પર પહેલેથી જ રકમ ચૂકવી દીધી હોય, તો PAN ધારકોએ લિંકેજ વિનંતી સબમિટ કરતા પહેલા 4-5 કાર્યકારી દિવસો સુધી રાહ જોવી પડશે.


આ પણ વાંચોઃ કોણ છે ગૌતમ અદાણીના પુત્રવધુ પરિધિ શ્રોફ ? મોટા મોટા દિગ્ગજો પણ લે છે સલાહ


આ પણ વાંચોઃ આ મહિને મોંઘવારી ભથ્થુ થઈ જશે કન્ફર્મ, જલદી કેન્દ્રીય કર્મીઓને મળશે ગુડ ન્યૂઝ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube