રદ્દી બની જશે તમારું PAN કાર્ડ, સરકારનો ફેંસલો, 31 માર્ચ પછી નહી લાગે કામ
પાન કાર્ડ એક જરૂરી કાર્ડ દસ્તાવેજમાંથી એક છે. ભલે ઇનકમ ટેક્સ ભરવાનો હોય અથવા પછી બેંકમાં ખાતું ખોલાવવાનું હોય. દરેક નાણાકીય લેણદેણ માટે પાન કાર્ડ જરૂરી છે. સરકારે શોપિંગ માટે પણ પાન કાર્ડ અનિવાર્ય કરી દીધું છે. પાન કાર્ડ એક એવો દસ્તાવેજ છે જે તમારા ફાઇનાશિંયલ સ્ટેટ્સને પણ દર્શાવે છે. પરંતુ ત્યારે શું થશે જ્યારે તમારું પાન કાર્ડ રદ્દી થઇ જશે. જી હાં આવું સંભવ છે. જો 31 માર્ચ 2019 સુધી તમે એક જરૂરી કામ પુરૂ કરશો નહી તો તમારું પાન કાર્ડ રદ્દી થઇ શકે છે. આ અંતિમ તક છે જ્યારે તમે તમારા પાન કાર્ડને બચાવી શકો છો.
નવી દિલ્હી: પાન કાર્ડ એક જરૂરી કાર્ડ દસ્તાવેજમાંથી એક છે. ભલે ઇનકમ ટેક્સ ભરવાનો હોય અથવા પછી બેંકમાં ખાતું ખોલાવવાનું હોય. દરેક નાણાકીય લેણદેણ માટે પાન કાર્ડ જરૂરી છે. સરકારે શોપિંગ માટે પણ પાન કાર્ડ અનિવાર્ય કરી દીધું છે. પાન કાર્ડ એક એવો દસ્તાવેજ છે જે તમારા ફાઇનાશિંયલ સ્ટેટ્સને પણ દર્શાવે છે. પરંતુ ત્યારે શું થશે જ્યારે તમારું પાન કાર્ડ રદ્દી થઇ જશે. જી હાં આવું સંભવ છે. જો 31 માર્ચ 2019 સુધી તમે એક જરૂરી કામ પુરૂ કરશો નહી તો તમારું પાન કાર્ડ રદ્દી થઇ શકે છે. આ અંતિમ તક છે જ્યારે તમે તમારા પાન કાર્ડને બચાવી શકો છો.
SpiceJet નો આગામી પ્લાન, ગુજરાતમાં શરૂ કરશે સી-પ્લેનની સુવિધા
પાન-આધારને લિંક કરાવવું જરૂરી
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની અંતિમ તારીખ 31 માર્ચ 2019 છે. જો તમે પણ તેને લીંક કરાવ્યું નથી તો તમે ભવિષ્યમાં મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. તમને જણાવી દઇએ કે ગત વર્ષે સરકારે 11.44 લાખ પાન કાર્ડ અથવા તો બંધ કરી દીધા છે અથવા તો તેને નિષ્ક્રિય કેટેગરીમાં નાખી દીધા છે. 31 માર્ચની સમય સીમા પુરી થયા બાદ આધાર-પાન લિંક નહી હોય તો તમારી સાથે પણ આમ થઇ શકે છે.
બજેટ 2019: 5 લાખ રૂપિયા સુધી મળી શકે છે ટેક્સમાં રાહત, મોદી સરકાર આપી શકે છે ભેટ
ઇનવેલિડ થઇ શકે છે પાન કાર્ડ
જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડ (PAN) ને આધાર (Aadhaar) સાથે લીંક કર્યું નથી તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે. ઇનકમ ટેક્સ એક્ટની કલમ 139AA તમારું પાન કાર્ડ ઇનવેલિડ ગણવામાં આવશે. એક્સપર્ટના અનુસાર પાન કાર્ડ લીંક ન હોવાની સ્થિતિમાં તમે ઓનલાઇન ITR ફાઇલ કરી શકશો નહી. તમારું ટેક્સ રિફંડ ફસાઇ શકે છે. સાથે જ પાન કાર્ડ ઇનવેલિડ થઇ જશે.
PM મોદીને મળેલી 'ગિફ્ટ્સ'ની થઇ રહી છે હરાજી, 200 રૂપિયામાં લગાવો ઓનલાઇન બોલી
ડેડલાઇન બાદ રદ થઇ જશે પાન કાર્ડ
ગત વર્ષે સરકારે ટેક્સ પેયર્સ પાસે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવા માટે આધારને પાન કાર્ડ સાથે લીંક કરવા માટે કહ્યું હતું. જોકે પછી તેની ડેડલાઇન વધારી દેવામાં આવી. માર્ચ 2018 સુધી પાન કાર્ડને લીંક કરવાની અંતિમ તારીખ હતી, પરંતુ સુપ્રીમ કોર્ડમાં આધારના મામલે સુનાવણી ચાલતાં તેને આગળ વધારી દેવામાં આવી. પછી તેની ડેડલાઇન 31 ઓગસ્ટ 2018 છે. પરંતુ પછી તેને વધારીને 31 માર્ચ 2019 સુધી કરી દેવામાં આવી. જો આધાર સાથે પાન કાર્ડ સાથે લીંક નહી હોય તો પાન કાર્ડ રદ થઇ શકે છે.
જલદી કરો: હજુ સુધી સિલેક્ટ કરી નથી તમારી મનપસંદ ટીવી ચેનલ, તો આ રીતે તૈયાર કરો મંથલી પ્લાન
ઓનલાઇન કરી શકો છો લીંક
- સૌથી પહેલાં જો તમારું એકાઉન્ટ બનાવ્યું ન હોય તો પહેલાં રજિસ્ટર કરો
- ઇનકમ ટેક્સ વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટ (www.incometaxindiaefiling.gov.in) પર જાવ.
- વેબસાઇટ પર એક ઓપ્શન જોવા મળશે 'લિંક આધાર', અહીંયા ક્લિક કરો.
- લોગઇન કર્યા બાદ તમારા એકાઉન્ટની પ્રોફાઇલ સેટિંગમાં જાવ.
- પ્રોફાઇલ સેટિંગમાં તમને આધાર કાર્ડ લિંક કરવાનું ઓપ્શન દેખાશે. તેને સિલેક્ટ કરો.
- અહીં આપવામાં આવેલા સેક્શનમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ ભરો.
- જાણકારી ભર્યા બાદ નીચે આપેલા 'લિંક આધાર' પર ક્લિક કરો. ત્યારબાદ તમારું આધાર લિંક થઇ જશે.
SMS થી લીંક કરાવો તમારું પાન કાર્ડ
બીજી રીત એ છે કે તમારા મોબાઇલ વડે પણ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લીંક કરી શકો છો. તમારે એસએમએસ દ્વારા તમારા પાન કાર્ડ વડે આધાર કાર્ડને લીંક કરાવવું પડશે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેંટે જણાવ્યું કે 567678 અથવા 56161 પર એસએમએસ મોકલીને આધારને પાન કાર્ડ સાથે લીંક કરી શકાય છે.