Corona: હોસ્પિટલમાં કરી રહ્યા છો 2 લાખથી વધુનું કેશ પેમેન્ટ તો હવે આપવો પડશે આ નંબર, IT વિભાગે ટ્વીટ કરી આપી જાણકારી
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) એ બુધવારે કહ્યું કે હવે 2 લાખ રૂપિયા સુધીનું હોસ્પિટલ બિલ કેશ દ્વારા જમા કરાવી શકો છો. જોકે તેનાથી વધુ પેમેન્ટ કરતાં તમારે કેટલીક જાણકારી આપવી પડશે.
નવી દિલ્હી: કોરોના (Coronavirus) કાળમાં જો તમે પણ હોસ્પિટલનું બિલ કેશ (Cash Payment) દ્વારા જમા કરાવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) એ બુધવારે કહ્યું કે હવે 2 લાખ રૂપિયા સુધીનું હોસ્પિટલ બિલ કેશ દ્વારા જમા કરાવી શકો છો. જોકે તેનાથી વધુ પેમેન્ટ કરતાં તમારે કેટલીક જાણકારી આપવી પડશે.
આપવા પડશે આ ડોક્યુમેંટ્સ
આઇટી ડિપાર્ટમેન્ટએ ટ્વિટર પર લખ્યું 'CBDT એ મહામારી દરમિયાન દર્દીઓની સુવિધા માટે કામ કર્યું છે. એટલા માટે ઇનકમ ટેક્સ એક્ટની કલમ 269ST ની જોગવાઇમાં છૂટ આપતાં કોવિડ સારવાર માટે હોસ્પિટલોને 2 લાખ કરતાં વધુ ચૂકવણી અનુમતિ આપી છે. જોકે તેનાથી વધુ પેમેન્ટ કરવા પર દર્દી અને પૈસા આપનારને પાન (PAN) અથવા આધાર (Aadhaar) ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું છે.
શું તમે જાણો છો SBI ની આ EMI સુવિધા વિશે? મળે આટલા બધા ફાયદા
31 મે સુધી કરી શકો છો કેશ પેમેન્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે સીબીડીટી એ ગત અઠવાડિયે હોસ્પિટલો, ચિકિત્સાલયો અને કોવિડ દેખભાળ કેંદ્રોને દર્દીઓ અથવા તેમના સંબંધીઓને 31 મે સુધી 2 લાખ રૂપિયાથી વધુ કેસ રકમમાં ચૂકવણી કરવાની અનુમતિ આપી છે. જોકે તેના માટે જરૂરી છે કે હોસ્પિટલ દર્દી અને પૈસા આપનારનો આધાર અથવા પાન પ્રાપ્ત કરે. સાથે જ તેમની વચ્ચે સંબંધની જાણકારી પણ આપે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube