નવી દિલ્હીઃ ભલે આજના સમયમાં Parle G ને 'ગરીબોના બિસ્કિટ'નું નામ આપવામાં આવ્યું હોય પરંતુ હજુ પણ એક ખુબ મોટો વર્ગના દિલ પર આ બિસ્કિટ રાજ કરે છે. પારલે જી બિસ્કિટને પસંદ કરનારા વર્ગમાં અબજોપતિ રાહુલ ભાટિયા પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં ઈન્ડિગો એરલાયન્સના મેનેજિંગ ડાયરેક્ટર રાહુલ ભાટિયાની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં રાહુલ ભાટિયા એરલાયન્સમાં બેઠા છે અને દેશી અંદાજમાં Parle G બિસ્કિટના નાના પેકેટને ચામાં ડુબાળી ખાઈ રહ્યા છે. બિસ્કિટના આ નાના પેકેટની કિંમત માત્ર 5 રૂપિયા છે. 


વાયરલ થઈ તસવીર
રાહુલ ભાટિયાની આ તસવીરને એક ટ્વિટર યૂઝરે શેર કરી છે. આ સાથે લખ્યું છે- મારા સાથી યાત્રી અબજોપતિ રાહુલ ભાટિયા ઈન્ડિગો 6ઈ બીએલઆર-ડીઈએલની ઉડાન પર, ચામાં ડૂબેલી પોતાની પારલે-જીનો આનંદ લઈ રહ્યાં છે. 


આ પણ વાંચોઃ Gold Rate Today: આજે પણ ઘટ્યા સોના-ચાંદીના ભાવ...જોજો તક ચૂકતા નહીં, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ


ટ્વિટર યૂઝરે રાહુલ ભાટિયાની સાદગીની મિસાલ આપતા આગળ લક્યુ કે, ઈન્ડિગોને 57 ટકા બજાર ભાગીદારી સાથે એક સફળ એરલાયન બનાવવા માટે તમારે રિચર્ડ બ્રેનસન કે વી માલ્યા થવાની જરૂર નથી. રાહુલ ભાટિયાની આ તસવીરની ખુબ પ્રશંસા થઈ રહી છે અને સાથે તેમની સાદગીને મિસાલ ગણાવવામાં આવી રહી છે. 


ખુબ લોકપ્રિય છે પારલે-જી
તમને જણાવી દઈએ કે પારલે જી લાંબા સમયથી ખુબ લોકપ્રિય રહ્યું છે, પરંતુ મહામારી દરમિયાન તેની લોકપ્રિયતા આસમાને પહોંચી. 2020માં લોકડાઉન દરમિયાન પારલે-જીએ વેચાણના તમામ રેકોર્ડ તોડી દીધા હતા. આ સમાચારે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમ માનવામાં આવ્યું કે લોકડાઉન દરમિયાન બધુ બંધ હતું ત્યારે ગરીબ લોકો માટે પારલે-જી પેટ ભરવાનું સાધન બન્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube