1 શેર પર 2 બોનસ શેર આપી રહી છે આ કંપની, 6 મહિનામાં પૈસા ડબલ, લાગી રહી છે અપર સર્કિટ
Multibagger Bunus Stock: શેર બજારમાં સારૂ રિટર્ન આપી રહેલી એક કંપનીએ બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. જે લોકો પાસે આ કંપનીના શેર હશે તેને મોટો ફાયદો આપવામાં આવશે.
નવી દિલ્હીઃ છેલ્લા છ મહિના દરમિયાન જે કંપનીઓએ ઈન્વેસ્ટરોને 100 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. Paul Merchants Ltd એ હવે ઈન્વેસ્ટરોને બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. કંપની 1 શેર પર 2 બોનસ શેર ઈન્વેસ્ટરોને આપવા જઈ રહી છે. નોંધનીય છે કે બુધવારે પાઉલ મર્ચેંટ્સ લિમિટેડના શેરમાં અપર સર્કિટ લાગી હતી.
9 નવેમ્બર 2023ના થયો હતો નિર્ણય
કંપનીની બોર્ડ મીટિંગ 9 નવેમ્બર 2023ના થઈ હતી. આ મીટિંગમાં કંપનીએ 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર પર 2 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ કંપનીએ હજુ રેકોર્ડ ડેટની જાહેરાત કરી નથી. આશા કરવામાં આવી રહી છે કે આવનારા કેટલાક દિવસમાં રેકોર્ડ ડેટ જાહેર કરી શકાય છે. નોંધનીય છે કે પાઉલ મર્ચંટ્સ લિમિટેડે પ્રથમવાર ઈન્વેસ્ટરોને બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃ પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો તો ઘટવા લાગ્યો આ કંપનીનો શેર, રોકાણકારોને નુકસાન
શેર બજારમાં કંપનીની ધૂમ
બુધવારે 2 ટકાની અપર સર્કિટ લાગ્યા બાદ શેરનો ભાવ 2846.15 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો હતો. છેલ્લા એક મહિના દરમિયાન કંપનીના શેરની કિંમતોમાં 55 ટકાથી વધુની તેજી જોવા મળી છે. તો છ મહિના પહેલા આ સ્ટોકને ખરીદનાર ઈન્વેસ્ટરને અત્યાર સુધી 112 ટકાથી વધુની તેજી હાસિલ કરવામાં સફળ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube