Paytm IPO ને SEBI ની મંજૂરી બાદ ડાન્સ કરવા લાગ્યા સીઈઓ વિજયશેખર શર્મા, વાયરલ થયો Video
Paytm IPO Update: દેશમાં જલદી પેટીએમનો- IPO આપવાનો છે. તે માટે સેબીની મંજૂરી મળી ગઈ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ આઈપીઓ ઓક્ટોબરના અંત સુધી આવી જશે.
નવી દિલ્હીઃ આરપીજી ગ્રુપના ચેરમેન હર્ષ વર્ધન ગોયનકા (Harsh Vardhan Goenka) એ ટ્વિટર પર એક વીડિયો શેર (Viral Video) કર્યો છે. આ વીડિયોમાં ડિજિટલ પેમેન્ટ એન્ડ ફાયનાન્શિયલ સર્વિસ કંપની પેટીએમની ઓફિસમાં જોરદાર જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં પેટીએમના સીઈઓ વિજય શેખર શર્મા (Vijay Shekhar Sharma) ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
પેટીએમ ઓફિસમાં જશ્નનો માહોલ
SEBI તરફથી દેશની અત્યાર સુધીની સૌથી મોટી પબ્લિક ઓફર મનાતી 16,000 કરોડ રૂપિયાથી વધુના પેટીએમ આઈપીઓ (Paytm IPO) ને મંજૂરી મળ્યા બાદ કંપનીની ઓફિસમાં જશ્નનો માહોલ હતો અને દરેકના ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી. ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ (Paytm) ને 16,600 કરોડ રૂપિયાના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે બજાર નિયામક સેબી પાસેથી મંજૂરી મળી ગઈ છે.
Best Government Scheme: મહિને માત્ર 28 રૂપિયા જમા કરો અને મેળવો 4 લાખ રૂપિયાનો ફાયદો
મહિનાના અંતમાં આવી શકે છે IPO
આશા છે કે કંપની આ મહિનાના અંત સુધી શેર બજારમાં ઉતરશે અને તે ઝડપથી લિસ્ટેડ થવા માટે આઈપીઓ પહેલા શેર વેચાણને છોડવાની યોજના બનાવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે સેબીએ પેટીએમના આઈપીઓને મંજૂરી આપી દીધી છે.
પેટીએમ ઈચ્છે છે 1.47-1.78 લાખ કરોડ રૂપિયાનું મૂલ્યાંકન
કંપની દ્વારા આઈપીઓથી પહેલા નાણા ભેગા કરવાની યોજના છોડવાનો નિર્ણય કોઈ મૂલ્યાંકનના અંતરથી સંબંધિત નથી. હકીકતમાં પેટીએમ 1.47-1.78 લાખ કરોડ રૂપિયાનું મૂલ્યાંકન (Evaluation) ઈચ્છી રહી છે. અમેરિકી સ્થિત મૂલ્યાંકન નિષ્ણાંત અશ્વથ દામોદરને બિન-લિસ્ટેડ શેરોનું મૂલ્યાંકન 2950 રૂપિયા પ્રતિ શેર કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube