Best Government Scheme: મહિને માત્ર 28 રૂપિયા જમા કરો અને મેળવો 4 લાખ રૂપિયાનો ફાયદો

Government Schemes: જો તમે કોઈ સરકારી રોકાણની યોજનામાં રોકાણ કરવા ઈચ્છો છો તો અમે તમને સારો વિકલ્પ બતાવા જઈ રહ્યા છે. આ સ્કીમ અંતર્ગત દર મહિને 28.5 રૂપિયા જમા કરીને તમે 4 લાખ સુધીનો ફાયદો મેળવી શકો છો.

Best Government Scheme: મહિને માત્ર 28 રૂપિયા જમા કરો અને મેળવો 4 લાખ રૂપિયાનો ફાયદો

નવી દિલ્હીઃ જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવાના વિચારમાં હોવ તો આ ખબર તમારા માટે જ છે. આજે અમે તમને એક બેસ્ટ સ્કીમ વિશે જણાવીશું. આમાં દર મહિને 28.5 રૂપિયા જમા કરવાના રહેશે. આ સ્કીમ માટે તમારું ખાતું સરકારી બેંકમાં હોવું જોઈએ.

આખા વર્ષનું માત્ર 342 રૂપિયા રોકાણ કરવું પડશે:
જો તમારું ખાતું કોઈ સરકાર બેંકમાં હોય તો આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો. આ માટે તમારે સરકારની બે યોજનાઓમાં રોકાણ કરવું પડશે. આ સ્કીમ છે- પ્રધાનમંત્રી જીવન વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY). આ દિવસોમાં સ્કીમમાં રોકાણની રકમ ખૂબ ઓછી હોય છે. બન્ને સ્કીમોને મળીને તમારે આખા વર્ષમાં માત્ર 342 રૂપિયાનું રોકાણ કરવાનું છે.

પ્રધાનમંત્રી જીવન વીમા યોજના:
પ્રધાનમંત્રી જીવન વીમા યોજના અંતર્ગત વીમા ધારકનું મૃત્યુ થઈ જવા પર વારસાગતને 2 લાખ રૂપિયા મળે છે. આ યોજનાનો લાભ 18થી 50 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. આ સ્કીમ માટે તમને માત્ર 330 રૂપિયા વર્ષનું પ્રીમિયમ આપવું પડશે. આ વીો એક વર્ષ માટે હોય છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના:
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત દુર્ઘટનામાં વીમા ધારકનું મૃત્યુ થાય અથવા વિકલાંગ થાય તો 2 લાખ રૂપિયા મળે છે. આ યોજના અંતર્ગત વીમા ધારક સ્થાઈ રૂપથી વિકલાંગ થઈ જાય તો તેને 1 લાખ રૂપિયાનું કવર મળે છે. આમાં 18થી 70 વર્ષની ઉંમરનો કોઈપણ વ્યક્તિ રોકાણ કરી શકે છે. આ યોજનાનું એક વર્ષનું પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે.

આ યોજનામાં પણ કરી શકો છો રોકાણ:
રોકાણ કરવા માટેની સરકારની અમુક બીજી યોજના પણ સારી છે. અટલ પેન્શન યોજનામાં પણ તમે રોકાણ કરી શકો છો. આ યોજના અંતર્ગત સરકાર 1000 થી લઈને 5000 રૂપિયા મહિનાના પેન્શનની ગેરંટી આપે છે. સરકારની આ સ્કીમમાં 40 વર્ષ સુધી ઉંમરના વ્યક્તિ આવેદન કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news