નવી દિલ્હી: ભારતના અગ્રણી ડિજિટલ પેમેન્ટ્સ અને નાણાકીય પ્લેટફોર્મ Paytm દ્વારા ઓનર One97કોમ્યુનિકેશન લિમિટેડે આજે જાહેરાત કરી કે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની Paytm Money એ ભારતનું પ્રથમ ઈન્ટેલિજન્ટ મેસેન્જર લોન્ચ કર્યું છે, જે વપરાશકર્તાઓને રોકાણ અને બજારોને ટ્રેક કરવા સક્ષમ બનાવે છે. આ માર્ગમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ 'પોપ્સ' ની રજૂઆત કરી છે કે જે તેમના શેર અને પોર્ટફોલિયો, બજારના સમાચાર અને બજારની મહત્વની હિલચાલ અંગે વિશ્લેષણ આસાનીથી વપરાશ થઈ શકે તેવા ફોર્મેટમાં મોકલે છે. આ પ્લેટફોર્મ આધુનિક સ્ટોકની ભલામણો, સમાચારો, ઊંડાણપૂર્વકની માહિતી અને અન્ય સર્વિસીસ પૂરી પાડતા માર્કેટ પ્લેસ તરીકે કામ કરે છે. પેટીએમ મની ઈન્વેસ્ટરએઆઈ સાથેની ભાગીદારીમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને નિર્માણ કરાયેલા સિગ્નલ આધારિત શેરની ભલામણો કરે છે. કંપનીએ ડેઈલી બ્રીફ સાથે ભાગીદારી કરી છે, જે વિવિધ સ્રોતોમાંથી સમાચાર મોકલીને મહત્વના ટેકઅવે રજૂ કરે છે. 


વિતેલા થોડાંક વર્ષોમાં ભારતમાં મૂડીરોકાણની પ્રવૃત્તિમાં ભારે વેગ આવ્યો છે. ઘણાં નવા રોકાણકારો બજારમાં પ્રવેશ્યા છે. આ રોકાણકારો પોતાના રોકાણ અંગે જાણકારી મેળવીને તેને ટ્રેક કરે છે. સમાચારો, વિશ્લેષણ, ચાર્ટસ તથા અન્ય માહિતી મેળવતા ઘણાં સ્રોતો હોવાના કારણે ઘણી વખત મૂડીરોકાણની પ્રક્રિયામાં ગૂંચવાડા ઉભા થાય છે. પેટીએમ મની એપ્પ ઉપર પોપ્સ મળવાના કારણે આ રોકાણકારો તેમના પોર્ટફોલિયોનું નિયમિતપણે મોનિટરીંગ કરી શકે છે અને તેમને મોકલાયેલીબજારની હિલચાલ અંગેની માહિતીમાંથી શિખે છે. 

Budget 2022-23: 1લી ફેબ્રુઆરીએ પેપરલેસ સ્વરૂપમાં રજૂ થશે કેન્દ્રીય બજેટ


પેટીએમ મનીના સીઈઓ વરૂણ શ્રીધરે જણાવ્યું હતું કે"અમે નવા પ્રકારની ઈનસાઈટ મારફતે અમારા યુઝર્સને ઉત્તમ અનુભવ પૂરો પાડીને તેમની મૂડીરોકાણની મજલમાં સહાય કરીએ છીએ. પોપ્સ વડે અમે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો લાભ પૂરો પાડીને રોકાણકારોના પોર્ટફોલિયો અને બજાર અંગેની હલચલ એક જ સ્થળે દર્શાવી પર્સનાલાઈઝડ માહિતી પૂરી પાડીએ છીએ. ઈન્વેસ્ટરએઆઈ સાથે ભાગીદારીથી અમે આનંદિત છીએ અને અતિ આધુનિક સ્ટોક ભલામણો રજૂ કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે તેનાથી રોકાણકારોને માહિતી આધારિત નિર્ણયો માટે આત્મવિશ્વાસ પ્રાપ્ત થશે."


બ્રિજવેવના ચેરમેન અને સ્થાપક અક્ષય ભાર્ગવે જણાવ્યું હતું કે "અમે રોકાણકારોને અગાઉથી મોકલાવેલી ઊંડાણપૂર્વકની સમજ અને અદ્યતન આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત તથા અલ્ગોરિધમિક ઈનસાઈટ મારફતે ધારણાને આધારે બહેતર નિર્ણયો લેવામાં સહાય કરીએ છીએ. અમારો આખરી ઉદ્દેશ મૂડીરોકાણ માટેની માહિતીની ઊણપ નિવારીને ઊંડાણપૂર્વકની સમજ રોકાણકારોને હાથવગી કરવાનો છે. અમે સંપત્તિ સર્જનની મજલમાં રોકાણકારોની ફાયનાન્સિયલ વેલનેસમાં સુધારો કરીને પેટીએમ મની સાથેની અમારી ભાગીદારીમાં અમે વ્યાપક સમુદાય સુધી પહોંચીને વિતરણ અને ડિલીવરી કરવા માંગીએ છીએ."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube