સાવધાન! પાર્કિંગમાં પાર્ક કરેલી કારોના કાચ તોડી થઈ રહી છે ચોરી! શાતિર ચોર દંપતી ઝડપાયા

મૂળ આણંદના રહેવાસી અકીલ વોરા. અને તેની પત્ની અંજુમ. પોતાની જ ઈનોવા કાર લઇ અને રાજ્યભરમાં જ્યારે તહેવારો મા અને ભારે ટ્રાફિક હોય ત્યારે બહુ સાવચેતીથી ગૂન્હા ને અંજામ આપતા હતા.

સાવધાન! પાર્કિંગમાં પાર્ક કરેલી કારોના કાચ તોડી થઈ રહી છે ચોરી! શાતિર ચોર દંપતી ઝડપાયા

ઝી બ્યુરો/ગીર સોમનાથ: ગીર સોમનાથ પોલીસે દિવાળી પર ભારે ટ્રાફિકનો લાભ લઈ અને પાર્કિંગમાં પાર્ક કરેલી કારોના કાચ તોડી અને ચોરી કરનાર સાતીર ચોર દંપતીને ઝડપી લીધા. મૂળ આનંદના આ દંપતી રાજય મા 16 ઘટના ને અંજામ આપ્યો છે. જુનાગઢ સકરબાગ નજીક એક કારના કાચ તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ ઉઠાવી અને સોમનાથ નજીક ત્રિવેણી સંગમ પર બીજી કારમાં કાચ તોડી અને ચોરી કરી અમરેલી તરફ નાસી છૂટેલ... પોલીસની સતર્કતા થી અમરેલી નજીક થી આ દંપતીને તેમની ખાનગી કારમાં ચોરી ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા.

મૂળ આણંદના રહેવાસી અકીલ વોરા. અને તેની પત્ની અંજુમ. પોતાની જ ઈનોવા કાર લઇ અને રાજ્યભરમાં જ્યારે તહેવારો મા અને ભારે ટ્રાફિક હોય ત્યારે બહુ સાવચેતીથી ગૂન્હા ને અંજામ આપતા હતા. તેઓ જ્યાં ગુનો કરે તે અગાઉ પોતાનો મોબાઇલ બંધ કરી દેતા. અને એક્સ્ટ્રા ડોંગલ ની મદદ થી કોલ કરતો. વળી જે કારમાં ચોરી કરવાની હોય તેની આસપાસ સીસીટીવી ન હોય તેની ખાતરી પણ કરતા. તેમજ જે કારના કાચ તોડી ચોરી કરે એટલે ગણતરીની મિનિટોમાં એ શહેર તે તુરંત છોડી દેતા આવી તેની એમ.ઓ. હતી.

સોમનાથ નજીક આવેલ ત્રિવેણી સંગમ પર એક વ્યક્તિએ પોતાની કાર પાર્ક કરી હતી. તેના કાચ તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના રોકડ સહિતની ચોરી થયાની અને આસપાસની બે કારના કાચ તૂટ્યા હોવાની પ્રભાસ પાટણ પોલીસને જાણ થતાં. પોલીસે તુરંત જ નેત્રમ સીસીટીવી અને બાતમીદારોની મદદથી એક શંકાસ્પદ કાર અમરેલી તરફ નાસી રહી હોવાનું જણાયેલ પોલીસે પીછો કરી અને નાસી રહેલી આ ઈનોવા કારને અમરેલી નજીકથી ઝડપી લીધી અને કારમાંથી જુનાગઢ અને વેરાવળમાં ચોરાયેલ મુદ્દા માલ પણ કબજે કર્યો હતો અને અકીલ અને તેના પત્ની અંજૂમને ઝડપી લીધા હતા.

પોલીસે આ સાતિર દંપત્તિને કાર અને મુદ્દા માલ સાથે ઝડપી વેરાવળ લાવી તેમની આગવી ઢબે પૂછપરછ કરતા. તેમની પાસેથી સોના ચાંદીના દાગીના મળી પાંચ લાખના દાગીના રોકડ રકમ 39,000 હજાર મોબાઈલ કાર સહિત કુલ 7,20,000 નો મુદ્દામાલ ઝડપ્યો હતો. પ્રાથમિક પૂછ પરછ મા જ તેઓ જૂનાગઢમાં સકરબાગ નજીક આવી જ ઘટનાને અંજામ આપી અને સોમનાથ પહોંચ્યા હતા.

ગીર સોમનાથ પોલીસની વિશેષ પૂછપરછમાં આદંપત્તિએ રાજ્યના ખેડા આણંદ વડોદરા ગોધરા દ્વારકા ચિલોડા ગાંધીનગર જુનાગઢ અને ગીર સોમનાથ માં કરેલા ગુનાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી હાલ પોલીસ ઉપરોક્ત વિવિધતા પોલીસ સ્ટેશનના અધિકારીઓનો સંપર્ક કરી રહી છે અને વધુ માહિતી એકત્ર કરી રહી છે ત્યારે રાજ્યભરમાં કારના કાચ તોડી અને જોડી કરનાર આ દંપતિ ની ગીર સોમનાથ જિલ્લા પોલીસ સગન પૂછપરછ ચલાવી રહેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news