નવી દિલ્હી: પેટીએમના વિજયશંકર શર્માએ શેરહોલ્ડર્સને સંબોધતાં એક પત્ર લખ્યો છે તેમાં તેમણે કંપનીમાં વિશ્વાસ વ્યકત કરતાં જણાવ્યું છે કે કંપની આગામી 6 ત્રિમાસિક ગાળામાં ઓપરેટીંગ એબીટા (વ્યાજ, કરવેરા, ઘસારા અને એમોટાઈઝેશન પહેલાંની કમાણી) માં  બ્રેકઈવન હાંસલ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું છે કે “બિઝનેસમાં જે ગતિ આવી છે તેનાથી અમે પ્રોત્સાહિત થયા છીએ. મોનેટાઈઝેશનનો વ્યાપ વધતાં સંચાલનમાં લાભ થયો છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ પરિસ્થિતિ ચાલુ રહેશે અને હું માનું છું કે અમે આગામી 6 ત્રિમાસિક ગાળામાં ઓપરેટીંગ એબીટા હાંસલ કરી શકીશું. (ઓપરેટીંગ એબીટા એટલે સપ્ટેમ્બર 2023માં પૂરા થતા ત્રિમાસિક ગાળામાં ESOP ખર્ચ પૂર્વેની કમાણી). મોટાભાગના વિશ્લેષકોના અંદાજ કરતાં અમે ઘણાં આગળ છીએ. અમે અમારા વિકાસની યોજનાઓમાં કોઈપણ સમાધાન કર્યા વગર આ સિધ્ધિ હાંસલ કરીશું.”


માસિક ટ્રાન્ઝેક્ટીંગ યુઝર્સ હોય કે ઓફ્લાઈન પેમેન્ટ અને ડિવાઈસીસ ડિપ્લોયમેન્ટ અથવા પાર્ટનર આધારિત ધિરાણ કંપનીએ તેના તમામ બિઝનેસ સેગમેન્ટમાં સારો ઉજળો નોંધાવ્યો છે. પેટીએમના જણાવ્યા અનુસાર તેણે સુપર એપ્પ આધારિત ઓફરોમાં સારી કામગીરી દર્શાવી છે.


શેર બજારોને બિઝનેસ અપડેટ અંગે અપાયેલી માહિતી મુજબ નાણાંકિય વર્ષ 2022ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં કંપનીએ વ્યાપક વિકાસ દર્શાવ્યો છે. અહેવાલના ત્રિમાસિક ગાળામાં કંપનીની ચૂકવણીઓ વધીને 6.5 મિલિયનના ધિરાણ સુધી પહોંચી છે (374 ટકાની Y-o-Y વૃધ્ધિ), જે રૂ.3,553 કરોડના કુલ ધિરાણ મૂલ્ય તરફ લઈ જાય છે (Y-o-Y 417ટકાની વૃધ્ધિ). જીએમવીમાં Y-o-Y 104 ટકાની વૃધ્ધિ સાથે રૂ.2.59 લાખ કરોડ (34.5 અબજ ડોલર) અને માસિક ટ્રાન્ઝેક્ટીંગ યુઝર્સમાં 41 ટકા વૃધ્ધિ સાથે 70.9 મિલિયનનો આંક વટાવ્યો છે. 


કંપનીએ ઓફ્લાઈન પેમેન્ટ બિઝનેસમાં અગ્રણી સ્થાન ચાલુ રાખ્યું છે. તેણે મૂકેલી ડિવાઈસીસની કુલ સંખ્યા વધીને 2.9 મિલિયન થઈ છે. રસપ્રદ બાબત એ  છે કે કંપની રોજે રોજ 1000 ડિવાઈસીસ મૂકી રહી છે.


તેમણે શેરહોલ્ડરને કરેલા સંબોધનમાં જણાવ્યું છે કે “કંપની શેરહોલ્ડરો માટે લાંબાગાળાના મૂલ્ય સર્જન માટે કટિબધ્ધ છે. બજારના ઉતાર-ચઢાવવાળી સ્થિતિની પશ્ચાદ્દભૂમિકામાં વિશ્વમાં સારી વૃધ્ધિની તકો દેખાઈ રહી છે. અમારા શેરની કિંમતમાં આઈપીઓની તુલનામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પેટીએમની સમગ્ર ટીમ એક સફળ અને નફાકારક કંપનીના નિર્માણ માટે સજ્જ છે અને શેરહોલ્ડર્સ માટે લાંબાગાળાનું મૂલ્ય સર્જન કરશે. અમારી માર્કેટ કેપિટલ આઈપીઓના મૂલ્યને સતત વટાવી જશે તેવી અપેક્ષા છે.”


શર્માએ પેટીએમ ટીમના મજબૂત નેતૃત્વના નિર્માણ અંગે વાત કરતાં કહ્યું કે “અમારી કંપનીમાં જે પ્રતિભાશાળી સ્ટાફ છે તેનું અમને ગૌરવ છે. અમારી કાર્ય સંસ્કૃતિ આશાવાદી અને ઉદ્યોગસાહસિકતા ધરાવે છે. અમે ટેકનોલોજી અને ફાયનાન્સ ઈન્ડસ્ટ્રીમાંથી અમારી ટીમમાં પ્રતિભાશાળી વ્યક્તિઓનો ઉમેરો કરતા રહેવાનું ચાલુ રાખીશું.”


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube