પેટીએમે યૂઝરોને આપ્યો ઝટકો, હવે ફંડ ટ્રાન્સફર પર 2% ચાર્જ લાગશે
પેટીએમ યૂઝર જો પોતાના ઈવોલેટમાં ક્રેડિટ કાર્ડથી એક મહિનામાં 10,000 રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરે છે તો તેણે 2% ચાર્જની ચુકવણી કરવી પડશે.
બેંગલુરૂઃ નવા વર્ષમાં પેટીએમ યૂઝર્સને ક્રેડિટ કાર્ડથી ઈવોલેટમાં પૈસા ટ્રાન્સફર કરવા મોંઘા પડી શકે છે. પેટીએમ યૂઝર જો પોતાના ઈવોલેટમાં ક્રેડિટ કાર્ડથી એક મહિનામાં 10,000 રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરે છે તો તેણે 2% ચાર્જની ચુકવણી કરવી પડશે. કંપનીએ નવી પોલિસીમાં આ જાણકારી આપી છે.
ડેવિટ કાર્ડ, યૂપીઆઈ ટ્રાન્સફર નિઃશુલ્ક
ડેબિટ કાર્ડ તથા યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)થી વોલેટ ટોપ-અપ ફ્રી રહેશે. મામલાની જાણકારી રાખનારા લોકોનું કહેવું છે કે કંપનીએ આ નિર્ણય આ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ બચાવવા માટે કર્યો છે.
7 વર્ષમાં સોનાના ભાવે તોડ્યાં છેલ્લા તમામ રેકોર્ડ, જાણો કેટલી છે સોનાની કિંમત
1.75%+GST લાગશે
પેટીએમે ટ્વીટ કરીને કહ્યું, 'જો ક્રેડિટ કાર્ડના માધ્યમથી નાખવામાં આવેલી કુલ રકમ 10,000 રૂપિયાથી વધુ હોય છે તો ટ્રાન્ઝેક્શનની કુલ રકમ પર 1.75%+GST આપવો પડશે.'
પહેલા પણ કર્યો હતો વિચાર
આ પ્રથમવાર નથી, જ્યારે પેટીએમે આ પ્રકારના પગલાનો વિચાર કર્યો છે. એક વર્ષ પહેલા, આ પ્રકારનો ચાર્જ લગાવવા પર વિચાર કર્યો હતો, પરંતુ તેને લાગૂ ન કર્યો. હવે તે જોવું મહત્વનું રહેશે કે આ ફેરફાર પર યૂઝર ક્યા પ્રકારની પ્રતિક્રિયા આપે છે, કારણ કે ઘણા યૂઝર્સ ટેક્સી ભાડા કે અન્ય ચુકવણી માટે પોતાના પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડથી પૈસા ટ્રાન્સફર કરે છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube