7 વર્ષમાં સોનાના ભાવે તોડ્યાં છેલ્લા તમામ રેકોર્ડ, જાણો કેટલી છે સોનાની કિંમત
ઈરાન (Iran) દ્વારા ઈરાકમાં અમેરિકી (USA) સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા (Air Strike) ના અહેવાલો આવતા જ દેશમાં સોના (Gold Rate) ના ભાવ ફરીથી એકવાર રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: ઈરાન (Iran) દ્વારા ઈરાકમાં અમેરિકી (USA) સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા (Air Strike) ના અહેવાલો આવતા જ દેશમાં સોના (Gold Rate) ના ભાવ ફરીથી એકવાર રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. બુધવારે સોનામાં અચાનક 2 ટકાનો વધારો થયો. જે પ્રકારે આંતરરાષ્ટ્રીય બજારોમાં 1600 ડોલર પ્રતિ ઔંસ(ounce) પહોંચી ગયો. આ જ પ્રકારે સોનાના ભાવ 41222 ના સ્તરે પહોંચી ગયાં. મળતી જાણકારી મુજબ સોનાના આ ભાવ છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ છે.
અત્રે જણાવવાનું કે ઈરાને ઈરાકમાં આવેલા અમેરિકાના અલ અસદ અને ઈરબિલના એરબેસ પર ડઝન જેટલી મિસાઈલો ઝીંકી દેતા ખાડી દેશોમાં તણાવ પેદા થયો છે. રોકાણકારો શેરબજારમાંથી પૈસા ખેંચી રહ્યાં છે અને તેને સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં રોકી રહ્યાં છે. હકીકતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે જંગ જેવા હાલાત પેદા થયા છેતો સોનાના ભાવમાં હજુ વધુ તેજી આવશે. વિશેષજ્ઞો અગાઉ ગોલ્ડના ભાવમાં 2000 ડોલર પ્રતિ ઔંસ (ounce) પહોંચવાની સંભાવના વ્યક્ત કરી ચૂક્યા છે.
અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝના જણાવ્યાં મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં 0.8 ટકા તેજી જોવા મળી. આ તેજી બાદ સોનું 1,585.80 પ્રતિ ઔંસ પહોંચી ગયું. જે માર્ચ 2013 બાદ સૌથી વધુ છે. આ બાજુ યુએસ ગોલ્ડ ફ્યુચર(US gold futures) એક ટકા વધારા સાથે 1,589.30 ડોલર પ્રતિ ઔંસ પહોંચી ગયો.
આ VIDEO પણ ખાસ જુઓ...
અમેરિકા તરફથી ઈરાનના કમાન્ડરના માર્યા ગયા બાદ ઈરાન તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા મંગળવારે ગોલ્ડ પ્રાઈઝ અને ચાંદીના ભાવોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. મંગળવારે દિલ્હીના શરાફા બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 170 રૂપિયા તૂટીને 41,800 પર પહોંચ્યો હતો. જ્યારે ચાંદીના ભાવમાં પણ 700 રૂપિયાનો ઘટાડો થયો હતો. ચાંદીમાં ઘટાડા બાદ 48,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવ પહોંચ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે