IPO: જો તમે ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) પર દાવ લગાવી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે કામના છે. હકીકતમાં ઈન્ડેજીન કંપનીનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ઓપન થવાનો છે. નોંધનીય છે કે આ કંપની ખાનગી ઈક્વિટી ફર્મ- કાર્લાઇલ અને નાદાથુર ફારેસ્ટ સમર્થિત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 મેથી દાવ લગાવવાની તક
ફાર્મા સાથે જોડાયેલી ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર કંપની ઇન્ડેજીનનો આઈપીઓ 6 મેએ સબ્સક્રિપ્શન માટે ઓપન થશે. ઈન્વેસ્ટરો 8 મે સુધી બોલી લગાવી શકશે. ઈન્ડેજીન આઈપીઓમાં ₹760 કરોડનો ફ્રેશ ઈશ્યૂ અને 2.39 કરોડ શેર ઓફર ફોર સેલ હેઠળ જારી કરવામાં આવશે. ઈન્ડેજીન આઈપીઓનું એલોટમેન્ટ 9 મેએ થવાની આશા છે. આ આઈપીઓ બીએસઈ, એનએસઈ પર લિસ્ટ થશે.


આ પણ વાંચોઃ આ ખાનગી બેન્કનો નેટ પ્રોફિટ 17% વધી ₹10,707 કરોડ થયો, ઈન્વેસ્ટરોને  500% ડિવિડેન્ડ


તેનું લિસ્ટિંગ 13 મેએ થવાની શક્યતા છે. પરંતુ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ હજુ જાહેર થઈ નથી, પરંતુ ગ્રે માર્કેટમાં તે ટ્રેડ કરી રહ્યો છે. કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 160 રૂપિયા છે. ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નાદાથુર એસ રાઘવનની માલિકીવાળી ખાનગી ઈક્વિટી ફર્મ નાદાથુર ફારઈસ્ટ પીટીઈ લિમિટેડ 23.64 ટકા ભાગીદારીની સાથે ઈન્ડેજીનમાં સૌથી મોટી શેરધારક છે. નોંધનીય છે કે કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જેપી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને નોમુરા ફાઈનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે. તો લિંક ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ રજીસ્ટ્રાર છે. 


કંપનીની સ્થિતિ
1998માં બનેલી કંપનીની અમેરિકા, બ્રિટન, યુરોપ, ચીન, જાપાન અને ભારતમાં વૈશ્વિક ઉપસ્થિતિ છે. 31 માર્ચ, 2023 અને 31 માર્ચ 2022ના સમાપ્ત નાણાકીય વર્ષ વચ્ચે કંપનીના રેવેન્યૂમાં 39.85 ટકા અને ટેક્સ બાદ પ્રોફિટમાં 63.43 ટકાનો વધારો થયો હતો.