Penny Stock: આ 1 રૂપિયાનો શેર તો દોડવા લાગ્યો...ખરીદવા માટે રોકાણકારોની થઈ પડાપડી
Share Market News: હાલ શેરના ભાવ 2 રૂપિયા કરતા પણ ઓછા છે. અત્રે જણાવવાનું કે કંપનીએ હાલમાં ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. આ ત્રિમાસિકમાં કંપનીને જો કે નુકસાન થયું છે.
એન્ટરટેઈનમેન્ટ સેક્ટરની કંપની વિઝન સિનેમાઝના શેરોમાં શુક્રવારે સારી એવી તેજી જોવા મળી. ટ્રેડિંગ દરમિયાન આ શેર પર અપર સર્કિટ લાગી હતી. હાલ શેરના ભાવ 2 રૂપિયા કરતા પણ ઓછા છે. અત્રે જણાવવાનું કે કંપનીએ હાલમાં ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. આ ત્રિમાસિકમાં કંપનીને જો કે નુકસાન થયું છે.
શેરના હાલ
ગુરુવારે 1.27 રૂપિયા પર ક્લોઝ થયા બાદ શેરના ભાવ શુક્રવારે 1.39 રૂપિયાના સ્તરે પહોંચી ગયા. 17 જાન્યુઆરીએ આ શેરનો ભાવ 1.47 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આ શેરનો 52 અઠવાડિયાનો હાઈ પણ છે. માર્ચ 2023માં શેરનો ભાવ ગગડીને 0.64 પૈસા સુધી પહોંચી ગયો હતો. આ શેરનો 52 અઠવાડિયાનો લો પણ છે.
કંપનીના પરિણામ
ડિસેમ્બર 2023ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિકમાં વિઝન સિનેમાઝનો લોસ 0.41 કરોડ રૂપિયા બતાવવામાં આવ્યો. જ્યારે ડિસેમ્બર 2022ના રોજ પૂરા થતા ત્રિમાસિકમાં 0.07 કરોડ રૂપિયા નુકસાન દર્શાવવામાં આવ્યું હતું. ડિસેમ્બર સુધીના શેરહોલ્ડિંગની પેટર્નની વાત કરીએ તો પ્રમોટર્સ પાસે કંપનીની 38.82 ટકા ભાગીદારી છે. જ્યારે પબ્લિક શેર હોલ્ડિંગની વાત કરીએ તો ભાગીદારી 61.18 ટકા છે. હાલમાં જ કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે એક્તા ખંડેલવાલે કંપનીના સચિવ અને અનુપાલન અધિકારી પદેથી રાજીનામું આપ્યું છે.
બજારના હાલ
ઘરેલુ શેર બજારોમાં કેટલાક પ્રમુખ શેરોમાં ખરીદીના પગલે શુક્રવારે સતત ચોથા દિવસે પણ શેરબજારમાં તેજી જોવા મળી. બીએસઈ સેન્સેક્સ 376 અંક ઉપર રહ્યો. એનએસઈ નિફ્ટી પણ 22000 રૂપિયાના સ્તરને પાર કરવામાં સફળ રહ્યો.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube