રોકાણ કરી લેજો! પતિ-પત્ની બંનેને રિટાયરમેન્ટ પછી મહિને 10,000 રૂપિયા આપતી સરળ પેન્શન યોજના
Retirement Planning: અટલ પેન્શન યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ 18 વર્ષથી 40 વર્ષનો કોઇ પણ ભારતીય નાગરિક લઇ શકે છે. જેની પાસે બેંક કે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ છે તે તેમાં સરળતાથી રોકાણ કરી શકે છે. આ યોજનામાં 60 વર્ષ બાદ જમાકર્તાને પેન્શન મળવાનું શરૂ થાય છે.
Atal pension yojana: જો તમે પણ તમારા રિટાયરમેન્ટને સિક્યોર કરવા માટે સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો, તો આ યોજના તમને મદદરુપ થઈ શકે..આ સ્કીમમાં પતિ અને પત્ની અલગ અલગ એકાઉન્ટ દ્વારા મહિને 10,000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. આ યોજનાના ફાયદા શું છે ? પેન્શન કેવી રીતે મળશે ? ટેક્સ બેનેફિટ કેવી રીતે થશે ? તે ભૂલ્યા વિના જાણી લેજો..
કોણ કરી શકે રોકાણ
અટલ પેન્શન યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ 18 વર્ષથી 40 વર્ષનો કોઇ પણ ભારતીય નાગરિક લઇ શકે છે. જેની પાસે બેંક કે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ છે તે તેમાં સરળતાથી રોકાણ કરી શકે છે. આ યોજનામાં 60 વર્ષ બાદ જમાકર્તાને પેન્શન મળવાનું શરૂ થાય છે.
આ પણ વાંચો: નીતા અંબાણીથી કમ નથી વેવાણ, બ્યૂટીથી માંડીને બિઝનેસમાં વેવાણને પણ આપે છે માત
આ પણ વાંચો: જાણો શું કરે છે મુકેશ અંબાણીની સાળી, નીતા અંબાણી અને મમતા વચ્ચે છે ગજબનું બોન્ડીંગ
આ પણ વાંચો: ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
આ પણ વાંચો: આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક
અટલ પેન્શન યોજના શું છે?
અટલ પેન્શન યોજના એવી સરકારી યોજના છે જેમાં તમારા દ્વારા કરવામાં આવેલ રોકાણ તમારી ઉંમર પર આધાર રાખે છે. આ યોજના અંતર્ગત તમે લઘુત્તમ માસિક પેન્શન 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અને મહત્તમ 5000 રૂપિયા મેળવી શકો છો. આ એક સુરક્ષિત રોકાણ છે .જેમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો તમારી પાસે સેવિંગ્સ એકાઉન્ટ નંબર, આધાર નંબર અને મોબાઇલ નંબર હોવા જરૂરી છે.
આ યોજનાના ફાયદા શું છે
આ યોજના અંતર્ગત 18 થી 40 વર્ષના લોકો અટલ પેન્શન યોજનામાં નોમિનેશન કરાવી શકે છે.તમારી પાસે ફક્ત એક જ અટલ પેન્શન એકાઉન્ટ હોઈ શકે છે. આ યોજના હેઠળ તમે જેટલી વહેલી તકે રોકાણ કરશો તેટલો જ ફાયદો તમને મળશે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજનામાં જોડાય છે, તો 60 વર્ષની ઉંમર પછી, તેણે દર મહિને 5000 રૂપિયાના માસિક પેન્શન માટે દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરવા પડશે. આ રીતે, આ યોજના સારા નફા વાળી યોજના છે.
આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: Shani Uday:5 માર્ચથી આ લોકોને મળશે બમ્પર લાભ, શનિના આશીર્વાદથી થશે ભાગ્યોદય
આ પણ વાંચો: પહાડી વિસ્તારોમાં ફરવા માંગો છો તો આ છે બેસ્ટ ઓપ્શન, કુદરતી સૌદર્યનો છે ખજાનો
10,000 નું પેન્શન કેવી રીતે મળશે
39 વર્ષથી ઓછી ઉંમરના જીવનસાથીઓ આ યોજનાનો અલગથી લાભ લઈ શકે છે, જેમાંથી તેઓ 60 વર્ષની ઉંમર પછી દર મહિને 10,000 રૂપિયાનું સંયુક્ત રૂપે પેન્શન મેળવશે. જો પતિ અને પત્ની જેની ઉંમર 30 વર્ષ કે તેનાથી ઓછી હોય, તો તેઓ તેમના સંબંધિત APY ખાતામાં દર મહિને 577 રૂપિયાનું યોગદાન આપી શકે છે. જો પતિ અને પત્નીની ઉંમર 35 વર્ષ છે, તો તેઓએ તેમના APY ખાતામાં દર મહિને 902 રૂપિયા જમા કરાવવાના રહેશે. ગેરેન્ટીડ મંથલી પેન્શન ઉપરાંત, જો જીવનસાથીમાંથી કોઈ મૃત્યુ પામે તો, હયાત જીવનસાથીને દર મહિને આજીવન પેન્શન સાથે 8.5 લાખ રૂપિયા મળશે.
ટેક્સ બેનેફિટ
અટલ પેન્શન યોજનામાં રોકાણ કરનારા લોકોને આવકવેરા અધિનિયમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનો કર લાભ પણ મળે છે. આમાંથી કરપાત્ર આવક કાપવામાં આવે છે. આ સિવાય કેટલાક કેસોમાં રૂ .50,000 સુધીનો વધારાનો ટેક્સ બેનિફિટ મળે છે. એકંદરે, આ યોજનામાં 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે.
આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube