નવી દિલ્હી: લોકડાઉન (Lockdown) અને કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણ વચ્ચે કેન્દ્રના પૂર્વ કર્મચારીઓ અને પેંશનધારકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે કોઇપણ કર્મચારીનું પેન્શન કાપવામાં આવશે નહી. તાજેતરમાં જ સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર તે પેંશનમાં કાપ મુકી શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણા મંત્રાલયે રવિવારે કહ્યું કે કેન્દ્ર સરકારે કર્મચારીઓના પેંશનમાં કોઇ કાપ મુકશે નહી. નાણા મંત્રાલયે સ્પષ્ટીકરણ જાહેર કરતાં આ વાત કહી છે. આ વાત એવા સમયે સામે આવી છે જ્યારે સરકારે એક તરફ કોરોના વાયરસની સારવાર માટે ભરેલા પગલાં પર ભારે ખર્ચ કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ લોકડાઉનના લીધે રાજસ્વ તથા વિનિવેશ સહીત અન્ય સ્ત્રોતથી આવક પર અસર પડતી જોવા મળી રહી છે. મંત્રાલયે ટ્વિટને નાણા મંત્રી નિર્મલા સીતારમણે પણ શેર કર્યું છે. 


મંત્રાલયના ટ્વિટર પર લખ્યું છે કે 'એવી રિપોર્ટ છે કે કેન્દ્ર સરકારે પેન્શનધારકોના પેન્શનમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ સમાચાર બિલકુલ ખોટા છે. પેન્શનમાં કોઇ કાપ કરવામાં આવશે નહી. આ સ્પષ્ટ છે કે પગાર અને પેન્શન સરકારના કેસ મેનેજમેન્ટ સંબંધી નિર્દેશોથી પ્રભાવિત થશે નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર