દિલ્હી: રિટાયરમેન્ટ માટે રૂપિયા જમા કરવાની સાથે ટેક્સ સેવિંગ માચે પબ્લિક પ્રોવિડેંટ ફન્ડ (PPF) એક સારા વિકલ્પ છે. પીપીએફ એકાઉન્ટ પોસ્ટ ઓફિસ અથવા બેંકોમાં ખોલવામાં આવી રહ્યા છે. પરંતુ પોસ્ટ ઓફિસમાં પીપીએફ એકાઉન્ટ ખોલાવા કરતા બેંક સાથે પીપીએફ એકાઉન્ટ ખોલાવાથી વધારે ફાયદો થાય છે. જ્યારે તમારૂ એકાઉન્ટ, પોસ્ટ ઓફિલમાં છે, તો તમે બેંકમાં ટ્રાન્સફર પણ કરી શકો છો. તેનો એક સરળ ઉપાય પણ છે. તમારે અમુક સ્ટેપ્સ ફોલો કરવા પડશે, 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંકમાં પીપીએફ એકાઉન્ટના ફાયદા 
જો સબ્સક્રાઇબરનું પીપીએફ એકાઉન્ટ એ બેંક સાથે છે, જ્યા સેવિંગ એકાઉન્ટ છે, તો આ ફાયદો થઇ શકે છે. ખરેખર તો તે એકાઉન્ટના થઇ રહેલા એકત્રિકરણ પર નજર રાખી શકે છે. પીપીએફ એકાઉન્ટને બેંકની ઓનલાઇન સર્વિસ નેટ બેંકિંગ સાથે પણ જોડી શકાય છે. જ્યારે પોસ્ટ ઓફિસમાં પીપીફ એકાઉન્ટમાં પૈસા ડિપોઝિટ કરવા માટે ત્યાં પ્રત્યક્ષ જવું પડે છે. આ સિવાય પાસબુકમાં એન્ટ્રી કરવા પોસ્ટ ઓફિસમાં જવું પડે છે. જ્યારે બેંકની પાસબુકમાં ઓનલાઇન મેળવી શકાય છે.


વધુ વાંચો...7મું પગાર પંચ: કેન્દ્રના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, જાણો સેલરીમાં થશે કેટલો વઘારો 


કેવી રીતે કરશો ટ્રાન્સફર 
1.બ્રાંચ સિલેક્ટ કરો 
ગ્રાહકે પહેલા એ વાતની જાણકારી મેળવવી પડશે કે તેની બેંકની કઇ બ્રાંન્ચ PPFની ડીપોઝીટ લે છે. ત્યાર બાદ ગ્રાહકે ત્યા પીપીએફ ટ્રાંસફર કરવા માટે ફોર્મ ભરવું પડશે. અને એક ફોર્મ પોસ્ટ ઓફિસમાં પણ ભરીને આપવું પડશે. ત્યાર બાદ તમારા આવેદન પત્રમાં બેંકની બ્રાંન્ચનું સરનામુ અને તમારી સહી કરીને સાથે આપવાનું રહેશે. આવેદનની સાથે તમારે પોસ્ટ ઓફિસમાંથી મળેલી એકાઉન્ટની પાસબુકને પણ અટેત કરવાની રહેશે.


2.પ્રોસેસ 
ડોક્યુમેન્ટ્સના વેરિફિરેશન બાદ પોસ્ટ ઓફિસમાં તમારે પીપીએફ એકાઉન્ટ બંધ કરાવી દેવું પડશે. ત્યાર બાદ એકાઉન્ટની બધી જ જાણકારી, ડોક્યુમેન્ટ્સ અને એરાઉન્ટ બંધ કરાવીના દિવસ સુધીમાં બેલેન્સ પે-ઓર્ડર પ્રસ્તાવિત બેંકને મોકલી દેવામાં આવશે. જેની જાણકારી તમને પણ આપવામાં આવશે કે તમારા પીપીએપ એકાઉન્ટને ટ્રાંસફર કરી દેવામાં આવ્યું છે. 


3.એકાઉન્ટ ઓપનિંગ 
પોસ્ટ ઓફિસમાંથી બેંક સુધી એકાઉન્ટ ટ્રાંસફર કરવામાં 10 દિવસ સુધીનો સમય લાગે છે. ત્યાર બાદ બેંકમાં એકાઉન્ટ ઓપનિંગ માટે ગ્રાહકોએ બેંકમાં જવું પડી શકે છે. ગ્રાહકને બેંકમાંથી નવી પાસબુક ઇશ્યુ કરાવી પડે છે. જેમાં જૂના ટ્રાન્જેક્શન અંગેની માહિતી આપેલી હોય છે. 


વધુ વાંચો...કોણ સંભાળશે દેશના મુખ્ય આર્થિક સલાહકારનું પદ, આગામી એક-બે મહિનામાં થશે સ્પષ્ટતા


શા માટે જરૂરી છે પીપીએફ ખાતુ 
એ જમાનો ગયો કે રિટાયરમેન્ટ બાદ કંપનીઓ કર્મચારીઓને પેન્શન આપાતી હતી. હવે નોકરીધંધો હોય કે વ્યાપાર, તમારે રિટાયરમેન્ટ બાદ રૂપિયાની વ્યવસ્થા જાતે જ કરવાની હોય છે. પીપીએફને રિટાયરમેન્ટ ફંડ બનાવવા માટે પણ એક સારો વિકલ્પ છે.