નવી દિલ્હી: પેટ્રોલના ભાવ ગુરૂવારે ફરી 14 પૈસા વધ્યો છે. જેનાથી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 83 રૂપિયા અને મુંબઇમાં 90.35 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. ત્યારે દિલ્હીમાં ડીઝલ 74.24 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે અને મુંબઇમાં તેની કિંમત 78.82 રૂપિયા પ્રતિ લીટરથી વેચાઇ રહ્યું છે. બુધવારે કિંમતોમાં કોઇ વધારો જોવા મળ્યો ન હતો. મંગળવારે મુંબઇમાં પેટ્રોલનો ભાવ 90.22 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો હતો. તેલ કંપનિઓએ આ કિંમતમાં 14 પૈસાનો વધારો કર્યો છે. બે દિવસ પહેલા પેટ્રોલ અહીં 90.08 રૂપિયે પ્રતિ લીટર વેચાઇ રહ્યું હતું. રૂપિયામાં ઘટાડો અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચ્ચા તેલના ભાવ વધવાથી દેશભરમાં વાહન ઇંધણના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ
પેટ્રોલ - 82.18
ડીઝલ - 79.76


વડોદરા
પેટ્રોલ - 81.91
ડીઝલ - 79.49


સુરત
પેટ્રોલ- 82.18
ડીઝલ - 79.78


રાજકોટ
પેટ્રોલ - 81.99
ડીઝલ - 79.59


ભાવનગર
પેટ્રોલ - 83.29
ડીઝલ - 80.86


જામનગર
પેટ્રોલ - 82.12
ડીઝલ - 79.70


જૂનાગઢ
પેટ્રોલ - 82.64
ડીઝલ - 80.23


સોમવારે 90 રૂપિયાના સ્તરને કર્યો પાર
જાહેર ક્ષેત્રમાં કંપનીઓના ભાવ સૂચન અનુસાર બુધવારે દિલ્હીમાં પેટ્રોલ 82.86 રૂપિયા પ્રતિ લીટર રહ્યું જે સોમવારે 82.72 રૂપિયા પ્રતિ લીટર પર હતું. ત્યારે ડીઝલ સોમવારે 74.02 રૂપિયા લીટર પહોંચ્યું હતું. મુંબઇમાં સોમવારે પેટ્રોલ પ્રથમ વખત 90 રૂપિયા લીટરના આંકને પાર કરી ગયો હતો.


દિલ્હીમાં ટેક્સ સૌથી ઓછા
ભારત કાચ્ચા તેલની આયાતને લઇ ત્રીજા નંબર પર છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચ્ચા તેલની વધતી કિંમતોના કારણે અહીંયા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અડધાથી વધારે દેશોમાં બ્રેંટને તેલના ભાવનો સ્ટાન્ડર્ડ માનવામાં આવી રહ્યું છે. પાછલા 5 અઠવાડીયામાં બ્રેંટના ભાવમાં 71 ડોલર પ્રતિ બેરલથી 80 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે. દિલ્હીમાં ઇંધણનો ભાવ સૌથી ઓછો છે કેમકે અહીંયા ટેક્સનું પ્રમાણ ખુબ જ ઓછું છે. મુંબઇમાં ઇંધણના વેચાણ અને વેટનો દર સૌથી વધુ છે. આ સમયમાં ડોલરની સામે રૂપિયો 5થી 6 ટકા તુટ્યો છે.


મુંબઇમાં આઇઓસીના પંપ પર ડીઝલનો ભાવ 78.58 રૂપિયા, એચપીસીએલના સ્ટેશન પર 78.76 રૂપિયા અને બીપીસીએલના પંપ પર 78.67 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. કોલકત્તામાં પેટ્રોલ 84.62 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 75.95 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. ચેન્નાઇમાં પેટ્રોલ 86.08 રૂપિયા લીટર અને ડીઝલ 78.35 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે.
(ઇનપુટ એજન્સી દ્વારા)