• સતત છેલ્લા આઠમા દિવસથી પેટ્રોલ, ડીઝલના ભાવ વધી રહ્યાં છે

  • પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધતા વાહનચાલકોની મુશ્કેલી વધી છે

  • મંદીમાં મોંઘવારીએ માજા મૂકતા પ્રજા ત્રાહિમામ બની છે


આશ્કા જાની/અમદાવાદ :સતત આઠમા દિવસે દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થતાં અમદાવાદમાં પેટ્રોલની કિંમત 86.81 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 86.17 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચી ગયું છે. ગુજરાતમાં પ્રિમિયમ પેટ્રોલની કિંમત 90 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલમાં 27 પૈસાનો ભાવ વધારો થયો છે. જ્યારે પાવર પેટ્રોલનો ભાવ.89.66 એ પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત છેલ્લા આઠમા દિવસથી પેટ્રોલ, ડીઝલના ભાવ વધી રહ્યાં છે. પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધતા વાહનચાલકોની મુશ્કેલી વધી છે. મંદીમાં મોંઘવારીએ માજા મૂકતા પ્રજા ત્રાહિમામ બની છે. 


આ પણ વાંચો : ‘તારા માથે પાઘડી શોભતી નથી...’ કહીને ગુજરાતમાં દલિત દીકરીનો વરઘોડો અટકાવ્યો


4 મેટ્રો શહેરમાં Petrol ની કિંમત 


શહેર             ગઈકાલનો રેટ         આજનો રેટ           
દિલ્હી              89.29                       89.54      
મુંબઈ              95.75                       96.00          
કોલકાત્તા          90.54                       90.78  
ચેન્નઈ               91.45                       91.68


કેમ વધી રહ્યાં છે પેટ્રોલ ડીઝલના ભાવ
કારણ નંબર - 1 : પેટ્રોલ ડીઝલની કિંમતો બેલગામ કેમ થઈ રહી છે, તેની પાછળ સરકારનો તર્ક છે કે ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી કાચા તેલનો ભાવ 50 ટકા વધીને 63.3 ડોલરને પાર પહોંચી ગયો છે. આ વર્ષે અત્યાર સુધી કાચા તેલ 21 ટકા સુધી મોંઘુ થઈ ગયું છે. કેમ કે, દુનિયાભરમાં આર્થિક ગતિવિધિઓમાં સારી પ્રગતિ દેખાઈ રહી છે. જોકે, આ કારણ પૂરતુ નથી. કેમ કે, ગત વર્ષે જાન્યુઆરીમાં કાચા તેલની કિંમતમાં આજની સરખામણીમાં બહુ જ સારું હતું. આમ છતાં લોકોને પેટ્રોલ ડીઝલ મોંઘું મળી રહ્યું છે. 


આ પણ વાંચો : ગુજરાતના સિંહો માટે સ્વર્ગ સમાન છે જૂનાગઢનું સક્કરબાગ ઝૂ


કારણ નંબર-2 : પેટ્રોલ ડીઝલ મોંઘુ થવા પાછળ સૌથી મોટું કારણ એ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ. 2020ની શરૂઆતમાં પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુ 19.98 રૂપિયા હતી, જે વધીને 32.98 રૂપિયા કરી દીધી છે. આ રીતે ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી 15.83 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 31.83 રૂપિયા પ્રતિ લીટર કરી દીધી છે. 


કારણ નંબર-3 : કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકારો પણ પેટ્રોલ ડીઝલ પર VAT વધાર્યું છે. દિલ્હી સરકારે જ પેટ્રોલ પર  VAT 27 ટકાથી વધારીને 30 ટકા કરી દીધું છે. જ્યારે કે ડીઝલ પર VAT મે મહિનામાં 16.75 ટકાથી વધારીને 30 ટકા કરી દીધું છે. પરંતુ જુલાઈમાં ફરીથી ઘટાડીને 16.75 ટકા કરી દીધું હતું. પેટ્રોલની બેઝ પ્રાઈસ 31.82 રૂપિયા પ્રતિ લીટર છે. આવામાં કેન્દ્ર અને રાજ્યોનો ટેક્સ મિક્સ કરીને જોવા જઈએ તો બેઝ પ્રાઈઝથી 180 ટકાની નજીક ટેક્સ વસૂલે છે. આ રીતે સરકારો ડીઝલની બેઝ પ્રાઈસથી 141 ટકા વેક્સ વસૂલી રહી છે. 


અમદાવાદની ચૂંટણીમાં ઉતર્યા કિન્નર ઉમેદવાર, બંગડી બતાવીને માંગી રહ્યાં છે વોટ 

આ શહેરોમાં સૌથું મોંઘું મળે છે પેટ્રોલ 


શહેર                                   ભાવ (રૂપિયા પ્રતિ લીટર) 
શ્રીગંગાનગર, રાજસ્થાન                   100.13
પરભની, મહારાષ્ટ્ર                           98.12
ભોપાલ, મધ્યપ્રદેશ                        97.52
જયપુર, રાજસ્થાન                          96.01 
મુંબઈ, મહારાષ્ટ્ર                             96.00


રોજ સવારે 6 વાગ્યે બદલાય છે કિંમત
રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને બાકી અન્ય બાબતો જોડીને તેનો ભાવ લગભગ ડબલ થઈ જાય છે. તમે તમારા મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત તમારા શહેરનો પેટ્રોલ અને ડીઝલનો ભાવ આવી જશે.