મુંબઈ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રવિવારે કોઈ બદલવા નથી આવ્યો પણ સોમવારે કિંમતમાં વધારો થવાની આશંકા છે. હકીકતમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતમાં ગયા અઠવાડિયે પ્રતિ બેરલ 2 ડોલરનો વધારો થયો છે જેના પગલે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાની સંભાવના ઉભી થઈ છે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે અંતિમ સત્રમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલની કિંમતમાં તેજી અટકી ગઈ હતી જેના પગલે લોકોને રાહત મળી હતી. રવિવારે પણ તેલ કંપનીઓએ તેલની કિંમતમાં સ્થિરતા જાળવી રાખી હતી પણ હવે સોમવારે કિંમતમાં વધારો થવાની શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં પરિસ્થિતિ એવી છે કે ઇરાન પર અમેરિકન પ્રતિબંધ લાગુ થયા પછી ભારતમાં કાચા તેલ મામલે મુશ્કેલી વધી ગઈ છે. ભારતમાં જેટલું કાચું તેલ આયાત કરવામાં આવે છે એનો દસમો ભાગ ઇરાનથી મંગાવાય છે. અમેરિકન પ્રતિબંધ લાગુ થયા પછી ઇન્ડિયન ઓઇલ અને બીજી ભારતીય રિફાઇનરી કંપનીઓએ ઇરાન પાસેથી કાચા તેલની આયાત બંધ કરી દીધી છે. આંકડાઓ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે 31 માર્ચે પુરા થયા 2018-19ના નાણાંકીય વર્ષમાં ભારતે ઇરાન પાસેથી કુલ મળીને 2.40 કરોડ ટન કાચા તેલની ખરીદી કરી હતી. આ ખરીદીમાંથી 90 લાખ ટન તેલની ખરીદી તો માત્ર ઇન્ડિયન ઓઇલે જ કરી હતી. 


હાલમાં લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું વોટિંગ ચાલી રહ્યું છે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના આઠ રાજ્યોની 59 લોકસભા સીટનું મતદાન ચાલી રહ્યું છે. સાતમા તબક્કામાં પંજાબ અને ઉત્તર પ્રદેશની 13-13, બિહાર અને મધ્ય પ્રદેશની આઠ-આઠ, પશ્ચિમ બંગાળની નવ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ અને ચંડીગઢની એક સીટ છે. આ લોકસભાની ચૂંટણીના પરિણામ 23મેના દિવસે જાહેર થશે.


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક....