નવી દિલ્હી : આજે રજૂ થયેલા બજેટમાં સરકારે મોટો નિર્ણય લઈને પેટ્રોલ અને ડીઝલ પર બે રૂ. એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને કારણે પેટ્રોલ અને ડીઝલ બે રૂ. સસ્તું થઈ ગયું છે. હાલમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલ મોંઘું થવાના કારણે તેમજ ભારતીય રૂ. નબળો પડવાને લીધે પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી ગઈ છે. આઇઓસીની વેબસાઇટ પરથી મળતા આંકડા પ્રમાણે દિલ્હીમાં ગયા મહિને એટલે કે જાન્યુઆરીમાં પેટ્રોલની કિંમતમાં 2.95 રૂ. સુધી વધારો થયો હતો.


એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો
સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી 2 રૂ. ઘટાડીને  4.48 રૂ. પ્રતિ લીટર કરી દીધી છે. આ સિવાય ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી 2 રૂ. ઘટાડીને 6.33 રૂ. પ્રતિ લીટર કરી દીધી છે.