2025માં 3 વખત ચાલ બદલશે દેવગુરૂ બૃહસ્પતિ, આ રાશિઓને મળશે મહાલાભ, કરિયર-નોકરીમાં ચમકી જશે ભાગ્ય

2025માં દેવગુરૂ બૃહસ્પતિ 3 વખત ચાલ બદલવાના છે. 14 મે 2025ના ગુરૂ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 18 ઓક્ટોબરે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 3 ડિસેમ્બરે ફરી ગુરૂ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

ગુરૂ ગોચર

1/5
image

દેવગુરૂ બૃહસ્પતિને જ્યોતિષમાં વિશેષ સ્થાન છે. દેવગુરૂ બૃહસ્પતિને જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટા ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્યો, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય અને વૃદ્ધિ વગેરેનો કારક માનવામાં આવે છે. બૃહસ્પતિ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રોના સ્વામી હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલ બદલાય તેને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 2025માં દેવગુરૂ ત્રણ વખત ચાલમાં ફેરફાર કરશે. 14 મે 2025ના ગુરૂ વૃષભ રાશિથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 18 ઓક્ટોબરે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 3 ડિસેમ્બરે ગુરૂ વક્રી અવસ્થામાં ફરી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરૂના ત્રણ વખતના રાશિ પરિવર્તનની કરવાથી કેટલાક જાતકોને લાભ થશે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.

વૃષભ રાશિ

2/5
image

ગુરૂ ગોચર વૃષભ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સાબિત થશે. આ રાશિના સિંગલ જાતકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. પરીણિત લોકોને જીવનસાથીનો સાથબ મળશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. વેપારને ગતિ મળી શકે છે. કાર્યસ્થળ પર કોઈ નવું પદ મળી શકે છે.   

મિથુન રાશિ

3/5
image

ગુરૂના રાશિ પરિવર્તનથી મિથુન રાશિના જાતકોને લાભ થશે. આ સમયમાં પોતાની બદલીની ઈચ્છા રાખનાર લોકોને ઈચ્છિત પરિણામ મળી શકે છે. જો તમારા નાણા અટવાયેલા છે તો તે પરત મળી શકે છે. આર્થિક મોર્ચા પર લાભ થશે. નવા માર્ગથી ધનનું આગમન થશે. જૂના માર્ગથી પણ ધનની પ્રાપ્તિ થશે, રોકાણથી સારો લાભ થશે.

સિંહ રાશિ

4/5
image

સિંહ રાશિના જાતકો માટે ગુરૂનું રાશિ પરિવર્તન ધનલાભ કરાવી શકે છે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. ભાગ્યનો સાથ મળશે. ભાગ્યને કારણે કેટલાક તમારા કામ થશે. આર્થિક મજબૂતી પ્રાપ્ત થશે. આ દરમિયાન તમને જમીન, ભવન કે વાહનનું સુખ પ્રાપ્ત થઈ શકે છે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.