સતત સાતમા દિવસે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો શું છે આજનો ભાવ
મુંબઇમાં આજે પેટ્રોલનો ભાવ 86.73 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 78.46 પ્રતિ લીટર છે. તહેવારોની સીઝનમાંન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો થતાં વાહન ચાલકો તથા આમ જનતાને પણ રાહત મળી છે.
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવારે સતત સાતમા દિવસે ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલ 0.09 પૈસા ઘટીને 81.25 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે, જ્યારે ડીઝલનો ભાવ ઘટીને 74.85 રૂપિયા થઇ ગયો છે. તો બીજી તરફ મુંબઇમાં આજે પેટ્રોલનો ભાવ 86.73 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 78.46 પ્રતિ લીટર છે. તહેવારોની સીઝનમાંન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો થતાં વાહન ચાલકો તથા આમ જનતાને પણ રાહત મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવોમાં 10 પૈસાનો ઘટાડો આવ્યો હતો. દિલ્હીમાં 81.34 રૂપિયા પ્રતિ લીટર થયો હતો. સાથે જ રાજધાનીમાં ડીઝલમાં 7 પૈસા પ્રતિ લીટર સસ્તુ થઇને 74.85 રૂપિયા પ્રતિ લીટર થયો હતો.
મુબઇમાં પણ મંગળવારે પેટ્રોલના ભાવોમાં 10 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો હતો. જેથી અહી પેટ્રોલની કિંમતોંમાં પ્રતિ લીટરે 86.81 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. સાથે જ ડીઝલના ભાવોમાં 8 પૈસાનો ઘાટાડો આવતા પ્રતિ લીટર 78.46 રૂપિયા ભાવ થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે ચાર ઓક્ટોબરના રોજ કેંદ્વ સરકાર દ્વારા ઓઇલના ભાવમાં પ્રતિ લીટરે અઢી રૂપિયાનો ઘટાડા બાદ પાંચ ઓક્ટોબરના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 81 રૂપિયા 50 પૈસા પ્રતિ લીટર થઇ ગયા હતા. ગત થોડા દિવસોથી સતત ઓઇલના ભાવમાં થઇ રહેલા ઘટાડાના લીધે પેટ્રોલના ભાવ 81 રૂપિયા 44 પૈસા પ્રતિ લીટર થઇ ગયા છે.
માનવામાં આવી રહ્યું છે, કે આંતરાષ્ટ્રીય બજારમાં થોડા કેટલાક દિવસોમાં આવેલા ક્રુડ ઓઇલના ભાવોમાં આવેલા ઘટાડાથી ભારતીય ક્રુડ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે આ અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ સિમિત દાયરામાં રહ્યા હતા. પરંતુ છેલ્લા 15 દિવસોમાં ક્રુડ ઓઇલના ભાવોમાં પ્રતિ બેરલ 6 ડોલરનો ઘટાડો આવ્યો છે.