મોંઘવારીની થપાટ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 8મા દિવસે વધારો, જાણો નવા રેટ
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થવા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે.
નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે જનતા પર મોંઘવારીની થપાટ પડી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો ચાલુ છે. દેશની સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ રવિવારે સતત આઠમા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા છે. પેટ્રોલના ભાવમાં 62 પૈસા અને ડીઝલના ભાવમાં 64 પૈસાનો વધારો થયો છે. આ વધારો એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો ચાલુ છે.
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 62 પૈસા વધીને હવે 75.78 રૂપિયા પ્રતિ લીટર થયો છે. જ્યારે ડીઝલનો ભાવ 64 પૈસા વધીને 74.03 રૂપિયા પ્રતિ લીટર થયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 82 રૂપિયા પાર ગયો છે. પ્રતિ લીટર ભાવ 82.79 રૂપિયા થયો છે. જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર 72.64 રૂપિયા થયો છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube