નવી દિલ્હીઃ નવા નાણાંકિય વર્ષના પ્રથમ દિવસે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું. નવી દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વર્ષના સૌથી ઉંચા સ્તરે પહોંચી ગયા છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 4 વર્ષ બાદ આટલી વધી છે. ડીઝલની કિંમત અત્યાર સુધીના સૌથી ઉચ્ચત્તમ સ્તરે પહોંચી ગઈ છે. રાજધાનીમાં પેટ્રોલ 73.73 રૂપિયા લીટર અને ડીઝલ 64.58 રૂપિયા લીટર છે. મહત્વનું છે કે રવિવારે દિલ્હીમાં પેટ્રોલ ચાર વર્ષમાં સૌથી મોંઘુ વેંચાઈ રહ્યું છે. આ પહેલા 2014માં પેટ્રોલ મોંઘુ થયું હતું. ક્રૂડ ઓયલમાં તેજીને કારણે પેટ્રોલના ભાવ નવી ઉંચાઈઓ પર પહોંચી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 પૈસા મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ
દરરોજ નક્કી થતી પેટ્રોલ-ડીઝલની કિંમતનો કારણે તેલ કંપનીઓએ દિલ્હીમાં ભાવ વધારો કર્યો. રવિવારે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 18 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો. મહત્વનું છે કે સરકારી તેલ કંપનીઓ જૂન 2017થી દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવની સમિક્ષા કરે છે. તેના કારણે દરરોજ ભાવમાં ફેરફાર થાય છે. 


4 વર્ષ જૂના સ્તરે પહોંચવાની નજીક
દિલ્હીમાં પેટ્રોવ 73.73 રૂપિયા લીટર પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં અત્યાર સુધી સૌથી મોંઘુ પેટ્રોલ સપ્ટેમ્બર 2014માં થયું હતું. તે સમયે તેની કિંમત 76.06 રૂપિયા પ્રતિ લીટર હતી. ડીઝલની વાત કરીએ તો આ 64.58 રૂપિયા પ્રતિ લીટર વેંચાઇ રહ્યું છે. આ ડીઝલનો સૌથી વધારે ભાવ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ડીઝલની કિંમત 64.22 રૂપિયા પ્રતિ લીટર પહોંચી હતી. ત્યારબાદ થોડો ઘટાડો થયો પરંતુ હવે વધારો થતો જોવા મળી રહ્યો છે. 


એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાની માંગ
 વર્ષના શરૂઆતમાં પેટ્રોલિયમ મંત્રાલયે નાણામંત્રાલયને એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાની માંગ કરી હતી. પરંતુ નાણાપ્રધાન અરૂણ જેટલીએ આ માંગ પર ધ્યાન ન આપ્યું. આશા હતી કે બજેટમાં તેઓ જાહેરાત કરી શકે છે, પરંતુ ન કરી. મહત્વનું છે કે, વિશ્વ માર્કેટમાં ક્રૂડની કિંમતો સતત વધી રહી છે. તેની અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડી રહી છે.