Petrol Diesel Price: 13 દિવસથી પેટ્રોલ (Petrol Price) અને ડીઝલના ભાવ (diesel prices) નથી વધ્યા તો તમે રાહત અનુભવો છો, તો તમારા માટે એક સારા અને એક ખરાબ સમાચાર છે. સારા સમાચાર એ છે કે, કેન્દ્ર સરકાર બાદ હવે દિલ્હી, મુંબઇની રાજ્ય સરકાર પણ પેટ્રોલ (Petrol) ડીઝલને (diesel) GSTના દાયરામાં લાવવા હિમાયત કરવાનું શરૂ કર્યું છે, તો ખરાબ સમાચાર એ છે કે, ગ્લોબલ માર્કેટમાં (global market) ક્રૂડ ઓઈલમાં (Crude oil) આગ લાગી છે. બ્રેંટ ક્રૂડ 70 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લે 27 ફેબ્રુઆરીએ વધ્યા હતા ભાવ
પેટ્રોલ (Petrol Price) અને ડીઝલની (diesel prices) કિંમતોમાં છેલ્લો ફેરફાર 27 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ થયો હતો, જ્યારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 24 પૈસા અને ડીઝલની કિંમતમાં 15 પૈસાનો વધારો થયો હતો. કિંમતો રેકોર્ડ સ્તરે હોવા છતાં પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol and diesel) સતત 13 દિવસથી સ્થિર છે. દિલ્હીમાં પેટ્રોલ 91 રૂપિયાને પાર કરી ગયું છે. જો કિંમતો આ રીતે વધતી રહે છે તો મુંબઈમાં પેટ્રોલનો દર થોડા દિવસોમાં 100 રૂપિયા પર પહોંચી જશે, હવે પેટ્રોલ 97.57 રૂપિયા પ્રતિ લિટર છે.


આ પણ વાંચો:- ચીન સામે વધુ એક મોટા પગલાની તૈયારી, હવે આ બે કંપનીઓ પર બેન લગાવશે ભારત


બે રાજ્યોમાં પેટ્રોલ 101 રૂપિયાને પાર
ફેબ્રુઆરીમાં બે રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પેટ્રોલ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયું હતું. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ હજી પણ 101.84 રૂપિયા છે જે દેશમાં સૌથી મોંઘુ છે, જ્યારે ડીઝલ 93.77 રૂપિયા પ્રતિ લિટર છે. મધ્યપ્રદેશના અનુપુરમાં પેટ્રોલ 101.59 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 91.97 રૂપિયા પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.


આ પણ વાંચો:- HDFC Bank મહિલા ઉદ્યમીઓને બિઝનેસ વધારવામાં કરશે મદદ! લોન્ચ કર્યો ખાસ પ્રોગ્રામ


છેલ્લા 13 દિવસથી પેટ્રોલ અને ડીઝલમાં શાંતિ
પેટ્રોલ હજી દિલ્હીમાં 91.17 રૂપિયા પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે. જે એક નવો રેકોર્ડ છે. મુંબઈમાં પણ પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 97.47 રૂપિયા છે, કોલકાતામાં પેટ્રોલ 91.35 રૂપિયા છે. ચેન્નઇમાં છેલ્લા 13 દિવસથી પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 93.11 રૂપિયા છે.


આ પણ વાંચો:- PPF માં રોકાણથી આ રીતે થશે ડબલ કમાણી, ટેક્સ પણ બચશે અને રિટર્ન પણ મળશે, જાણો રીત


પેટ્રોલ બાદ ડીઝલની કિંમતો પણ ફુગાવાના નવા આકાશમાં પહોંચી ગઈ છે. મુંબઈમાં ડીઝલ 88.60 રૂપિયા પ્રતિ લિટર છે, જે અત્યાર સુધીનો સૌથી મોંઘો દર છે. દિલ્હીમાં ડીઝલ 81.47 રૂપિયા પ્રતિ લિટર છે, કોલકાતામાં ડીઝલ 84.35 રૂપિયા પ્રતિ લિટર છે, ચેન્નાઈમાં ડીઝલનો દર પ્રતિ લિટર 86.45 રૂપિયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube