નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર સામાન્ય માણસને રાહત મળી છે. રવિવારે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. રવિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 25 પૈસા પ્રતિ લીટર ઘટાડા સાથે 81.74 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. જ્યારે ડીઝલમાં રવિવારે 17 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્થિક રાજધાની મુંબઇમાં પણ રવિવારે પેટ્રોલના ભાવમાં 25 પૈસા પ્રતિ લીટરના ઘટાડા સાથે પેટ્રોલની કિંમત 87.21 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. ત્યારે ડીઝલના ભાવમાં 18 રૂપિયા પ્રતિ લીટરના ઘટાડા સાથે 78.82 રૂપિયા પ્રતી લીટર થયો છે. આ સાથે મુંબઇના લોકોને મોટી રાહત મળી છે.


વાંચવા માટે ક્લિક કરો: મોટી રાહત! પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે પણ થયો ઘટાડો, જાણો ભાવ


તમને જણાવી દઇએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો સતત ચાર દિવસથી થઇ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 82 રૂપિયા પ્રતિ લીટરથી ઘટી ગયું હતું. દિલ્હીમાં શનિવારે પેટ્રોલના ભાવમાં 39 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ડીઝલના ભાવમાં 12 પૈસા પ્રતિ લીટર ઘટાડો થયો હતો.


Jio GigaFiber માટે આક્રમક રણનીતિ તૈયાર, 5 કરોડ ઘરમાં એન્ટ્રીની તૈયારી


આંતરરાષ્ટ્રીય બજારમાં પાછલા થોડા દિવસોથી ક્રુડ ઓઇલના ભાવમાં આવેલા ઘટાડા બાદ ભરતીય ક્રુડ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જોકે આ અઠવાડીયામાં ઇન્ટરનેશનલ ફ્યુચર્સ ટ્રેડિંગમાં ક્રુડ ઓઇલનો ભાવ મર્યાદિત રેન્જમાં રહ્યો છે. પરંતુ ગત 15 દિવસમાં ક્રુડ આઇલનો ભાવ 6 ડોલર પ્રતિ બેરલનો ઘટાડો થયો હતો. 3 ઓક્ટોબરના રોજ આઈસીઈ પર બ્રેન્ટ ક્રુડ 86 ડોલર પ્રતિ બેરલથી ઉપર ગયો હતો. જ્યારે શુક્રવારે બ્રેન્ટ ક્રુડને ડિસેમ્બર ડિલીવરી સૌદા ગત સત્રની સરખામણીએ લગભગ એક ટકાના વધારા સાથે 80 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું હતું.


બિઝનેસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...