સતત પાંચમાં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો આજનો ભાવ
સોમવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 81.44 રૂપિયા પ્રતિ લીટર અને મુંબઇમાં 86.91 રૂપિયા પ્રતિલીટર થઇ ગયા હતા.
નવી દિલ્હી: પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત પાંચમાં દિવસે પણ લોકોને રાહત મળી છે. સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ફરી ઘટાડો આવ્યો છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 30પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો છે. ત્યાર બાદ રાજદાનીમાં પેટ્રોલના ભાવ 81.44 રૂપિયા પ્રતી લીટર થઇ ગયો છે. સાથે જ દિલ્હીમાં સોમવારે ડીઝલના ભાવોમાં 27 પૈસા પ્રતીલીટરનો ઘટાડો જોવા મળ્યો છે. જેથી દિલ્હીમાં ડીઝલનો ભાવ 74.92 રૂપિયા પ્રતિલીટર થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડા બાદ દિલ્હી સહિત અન્ય શહેરોમાં પણ લોકોને રાહત મળી છે.
મુંબઇમાં સોમવારે પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો છે. જેથી દેશની આર્થિક રાજધાનીમાં સોમવારે પેટ્રોલની કિંમત 86.91 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. સાથે જ ડીઝલના ભાવોમાં પણ લોકોને રાહત મળે છે. ડીઝલના ભાવ મુંબઇમાં સોમવારે 28 પૈસા પ્રતિલીટર ઓછા થયા છે. જેથી ડીઝલના ભાવ 78.54 રૂપિયા પ્રતિ લીટર થયા હતા.
સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, આજે છે આ કિંમત
મહત્વનું છે, કે રવિવારે પણ સતત ચોથા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો થયો છે. રવિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 25 પૈસા પ્રતિલીટરનો ઘટાડો આવતા 81.74 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. જ્યારે ડીઝલમાં રવિવારે 17 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઇમાં રવિવારે પેટ્રોલના ભાવોમાં 25 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જેથી અહિં પેટ્રોલનો ભાવ 87.21 રૂપિયા પ્રતિ લીટર થયો હતો. જ્યારે ડીઝલના ભાવ 18 પૈસા પ્રતીલીટર થયો હતો. જ્યારે ડિઝલના ભાવોમાં 18 પૈસાનો પ્રતિલીટરનો ઘટાડો આવ્યા બાદ 78.82 રૂપિયા પ્રતિ લીટર થયો હતો.
માનવામાં આવી રહ્યું છે, કે આંતરાષ્ટ્રીય બજારમાં થોડા કેટલાક દિવસોમાં આવેલા ક્રુડ ઓઇલના ભાવોમાં આવેલા ઘટાડાથી ભારતીય ક્રુડ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે આ અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ સિમિત દાયરામાં રહ્યા હતા. પરંતુ છેલ્લા 15 દિવસોમાં ક્રુડ ઓઇલના ભાવોમાં પ્રતિ બેરલ 6 ડોલરનો ઘટાડો આવ્યો છે.