નવી દિલ્હી: સમગ્ર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં આવી રહેલા ઘટાડાને કારણે સમાન્ય માણસોને રાહત મળી રહી છે. શુક્રવારે સતત 9માં દિવસે પેટ્રોલની કિમતોએ લોકોને રાહત આપી હતી. શુક્રવારે દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલ 25 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું હતું. જેથી અહિં  પેટ્રોલ ના ભાવમાં 80.85 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા હતા. સાથે જ ડીઝલમાં પણ 7 પૈસાનો ઘટાડો આવ્યો હતો. જેથી અહિં ડીઝલના ભાવ 74.73 રૂપિયા પ્રતિ લીટર થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે મુંબઇમાં શુક્રવારે પેટ્રોલના ભાવમાં 25 પૈસાનો ઘટાડો આવાતા મુંબઇમાં પેટ્રોલના ભાવ 86.33 રૂપિયા પ્રતિ લીટર થયા હતા. આ સાથે જ ડીઝલના ભાવમાં પણ 8 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો, જેથી શુક્રવારે આહિં ડીઝલના ભાવ 78.33 રૂપિયા પ્રતી લીટર થયા હતા.


આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલમાં થઈ શકે છે 'ધરખમ' ભાવઘટાડો, આટલા રૂપિયા સસ્તુ થઈ શકે


મહત્વનું છે, કે ગુરુવારે દિલ્હીમાં પેટ્રો 15 પૈસાન પ્રતિ લીટર સસ્તુ થયું હતું, જ્યારે ડીઝલના ભાવોમાં પણ 5 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. દેશની રાજધાનીમાં ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ક્રમશઃ 81.10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 74.80 રૂપિયા પ્રતી લીટર થયું હતું.


વધુ વાંચો,,,દિવાળી પહેલા સોનાના ભાવમાં જોરદાર તેજી, 6 વર્ષની સૌથી ઉચી સપાટી પર



મુંબઇમાં પેટ્રોલના ભાવ 15 પૈસાથી ઘટીને 86.58 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા હતા અને ડીઝલમાં પાંચ પૈસા ઘટીને 78.41 રૂપિયા પ્રતિ લીટર થયા હતા.


આજ રીતે કોલકાતામાં ડીઝલના ભાવોમાં પાંચ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો સામે આવ્યો હતો. જ્યારે અહિં પેટ્રોલ 18 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું હતું, કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્રમશઃ 82.92 રૂપિયા અને 76.65 રૂપિયા પ્રતિ લીટર થયા હતા.


ગુજરાતના અરવલ્લી અને જામનગરમાં પેટ્રોલ કરતા ડીઝલ મોઘું
પેટ્રોલ ડિઝલના ભાવોમાં થઇ રહેલો ઘટાડો ગુજરાતમાં પણ જોવા મળ્યો હતો. ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘુ થયુ હતું. મોડાસમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટરે 78.53 જ્યારે ડીઝલના ભાવ 78.75 પ્રતી લીટર થયા હતા. અરવલ્લીમાં પેટ્રોલમાં 24 પૈસા અને ડિઝલમાં 8 પૈસાનો ઘટાડો થયો. જ્યારે જામનગરમાં પણ પેટ્રોલનો ભાવ 77.82 અને ડીઝલનો ભાવ 78.05 રૂપિયા થતા પેટ્રોલ કરતા ડીઝલ 23 પૈસા મોધું  થયું હતું.