45 રૂપિયાનું પેટ્રોલ આપણને 103 માં કેવી રીતે પડે છે, ગણતરી જોઈને મગજ ચકરાવે ચઢી જશે
સવાલ એ છે કે આખરે પેટ્રોલ-ડીઝલ કેવી રીતે મોંઘુ બને છે. રોજેરોજ કેવી રીતે તેના ભાવ અપ જતા રહે છે. આ પાછળ એક ગણિત છે. અમે તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીએ કે, આખરે પેટ્રોલ મોંઘું કેમ છે
ઝી મીડિયા/બ્યૂરો :પેટ્રોલ-ડીઝલ (petrol diesel) ની કિંમતમાં ભાવ વધારો હજુ યથાવત છે. આજે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો ઝીંકાયો છે. દેશના દોઢ ડઝન રાજ્યોમાં ડીઝલની કિંમત 100 ને પાર પહોંચી ગઈ છે. આ સાથે દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઓલ ટાઈમ હાઈ થઈ છે. વેટનો દર અલગ હોવાથી તમામ રાજ્યોમાં અલગ-અલગ કિંમત થઈ છે. સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ 18 અને 19 ઓક્ટોબરે ભાવ વધારવામાં આવ્યા ન હતાં. તેની પહેલા સળંગ ચાર દિવસ પેટ્રોલ (petrol price) અને ડીઝલ (diesel price) બંનેમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. પણ સવાલ એ છે કે આખરે પેટ્રોલ-ડીઝલ કેવી રીતે મોંઘુ બને છે. રોજેરોજ કેવી રીતે તેના ભાવ અપ જતા રહે છે. આ પાછળ એક ગણિત છે. અમે તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીએ કે, આખરે પેટ્રોલ મોંઘું કેમ છે.
પેટ્રોલના ભાવનું ગણિત
પેટ્રોલ-ડીઝલની કિંમતો વિશે વધુ જાણીએ તો પેટ્રોલ (petrol price hike) ની મૂળ કિંમત 45.37 રૂપિયા છે, જેના પર બેઝિક ડ્યુટી 1.40 રૂપિયા અને એક્સાઈઝ ડ્યુટી 11 રૂપિયા લાગૂ કરાશે. આ ઉપરાંત 2.5 રૂપિયા સેસ ઉપરાંત રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ 18 રૂપિયા લાગૂ થાય છે. જે ઉપરાંત રાજ્યનો વેટ 17.16 રૂપિયા લાગૂ થાય છે. તથા પડતર+એક્સાઈઝ+વેટ પર 4 ટકા સેસ લેખે 3.82 રૂપિયા લેવાય છે. તથા ફિક્સ માર્જિન 3.30 રૂપિયા બાદ 45 રૂપિયાના પેટ્રોલના 102 રૂપિયા ભાવ થાય છે.
એટલે કે પેટ્રોલના ભાવનું ગણિત જોઈએ તો 45.37 રૂપિયા + 1.40 રૂપિયા + 11 રૂપિયા + 2.5 રૂપિયા + 18 રૂપિયા + 17.16 રૂપિયા + 3.82 રૂપિયા + 3.30 રૂપિયા ઉમેરાઈને સીધા 102.55 રૂપિયા થાય છે.
આ પણ વાંચો : સાંઈબાબાની જેમ પાણીથી પ્રગટ્યા દીવડા, એક ટીપુ પડતા જ થઈ જાય છે પ્રજ્વલ્લિત
ડીઝલના ભાવનું ગણિત
આ તો વાત થઈ પેટ્રોલની... હવે વાત કરીએ ડીઝલની તો, ડીઝલ (diesel price hike) ની મૂળ કિંમત 46.69 રૂપિયા છે, જેના પર 1.80 રૂપિયા બેઝિક ડ્યુટી અને 8 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી તેમજ 4 રૂપિયા સેસ લેવામાં આવે છે... તે ઉપરાંત રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ટચર સેસ 18 રૂપિયા અને રાજ્યનો વેટ 17.12 રૂપિયા લેવામાં આવે છે... તથા પડતર+એક્સાઈઝ+વેટ પર 4 ટકા સેસ લેખે 3.83 રૂપિયા રૂપિયા લેવામાં આવે છે... અને 2.20 રૂપિયા ફિક્સ માર્જિન બાદ 46 રૂપિયાના ડીઝલના 101 રૂપિયા ભાવ થાય છે...
એટલે કે ડીઝલના ભાવનું ગણિત જોઈએ તો 46.69 રૂપિયા + 1.80 રૂપિયા + 8 રૂપિયા + 4 રૂપિયા + 18 રૂપિયા + 17.12 રૂપિયા + 3.83 રૂપિયા + 2.20 રૂપિયા ઉમેરાઈને સીધા 101.63 રૂપિયા થાય છે.