સાંઈબાબાની જેમ પાણીથી પ્રગટ્યા દીવડા, એક ટીપુ પડતા જ થઈ જાય છે પ્રજ્વલ્લિત

Updated By: Oct 25, 2021, 10:32 AM IST
સાંઈબાબાની જેમ પાણીથી પ્રગટ્યા દીવડા, એક ટીપુ પડતા જ થઈ જાય છે પ્રજ્વલ્લિત
  • સુરત શહેરમાં વધી પાણીથી પ્રજ્વલિત થતા દીવાની માંગ
  • ખાદ્ય તેલ અને ઘીના ભાવ વધારા વચ્ચે આ દીવાની ડિમાન્ડ
  • પાણીનું એક ટીંપુ પડતા જ આ દીવા પ્રજ્વલિત થઇ જાય છે

ચેતન પટેલ/સુરત :મોંઘવારીના કારણે ખાદ્ય તેલ અને ઘીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધારાની અસર આ વખતે દિવાળી (Diwali 2021) પર પણ પડશે અને લોકોની દિવાળી ફિક્કી રહેવાના અણસાર છે. જો કે દિવાળીમાં દિવાઓની ચમક ઓછી ન થાય તે માટે સુરત શહેરમાં એક ખાસ પ્રકારના દીવાઓની ડિમાન્ડ વધી છે. આ દીવા (Deepak) ઓ પાણીથી પ્રજ્વલિત થાય છે, જેને એક ટીંપુ પણ તેલની જરૂરિયાત હોતી નથી.

સતત વધી રહેલી મોંઘવારીના કારણે ખાદ્ય તેલ અને ઘીના ભાવમાં વધારો (Rising Prices Of Edible Oil And Ghee) જોવા મળી રહ્યો છે. ત્યારે આ વખતે દિવાળી પર લોકો પાણીથી દીવા (Lamps) પ્રજ્વલિત કરશે. સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ મોંઘવારીની અસર આ વખતે દિવાળી પર જોવા મળશે. સુરત (Surat) શહેરમાં એક ખાસ દીવાની ડિમાન્ડ વધી છે, જે પાણીથી પ્રજ્વલિત (Ignited by water) થાય છે, જેમાં એક ટીંપુ પણ તેલની જરૂરિયાત હોતી નથી. 

આ પણ વાંચો : એક મહંતના શ્રાપથી 400 વર્ષ પહેલા વેરાન બન્યુ હતું કચ્છનું એક ગામ, આજે અવશેષો પણ બચ્યા નથી 

દિવાળી (Diwali) પર 5 થી વધુ દિવસ લોકો ઘરમાં દીવડા પ્રજ્વલિત કરતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી સતત વધી રહેલા તેલ અને ઘીના ભાવના કારણે જો તમે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય તો આ દિવાળી પર પાણીના દીવા પ્રજ્વલિત કરવા માટે તૈયાર થઈ જાઓ. આ વખતે દિવાળી પર પાણીથી પ્રજ્વલિત થનારા દીવડાની ડિમાન્ડ વધી છે. પાણીથી ક્યારેય પણ દીવા પ્રજ્વલિત થતા નહોતા, પરંતુ અત્યારે મોંઘવારીના કારણે આ ખાસ દીવા તૈયાર કરવામાં આવ્યા છે. 

No description available.

કેવી રીતે કામ કરે છે પાણીના દીવા 
આ દીવામાં 2 સર્કલ બેટરી હોય છે અને તેનું સેન્સર એટલું એક્ટિવ હોય છે કે પાણીનું એક ટીંપુ પડવાથી પણ આ દીવા પ્રજ્વલિત થઇ જાય છે. દીવા સેન્સરથી ચાલે છે અને તેની અંદર LED નાની લાઈટ છે. આ દીવામાં પાણી પડતાની સાથે જ LED લાઇટ આપોઆપ પ્રજ્વલિત થાય છે. આ સેન્સરથી ચાલનારા દીવા 100 કલાકથી પણ વધુ બેટરીથી સતત પ્રજ્વલિત રહી શકે છે. 

આ પણ વાંચો : યુવતીનો પ્રેમ આંધળો નીકળ્યો, પિતરાઈ સાથે કરી બેસી પ્રેમ

No description available.

આ વિશે દીવા બનાવનાર પૂજા જૈને જણાવ્યું કે, હાલ સતત વધી રહેલા ખાદ્યતેલ અને ઘીના ભાવને કારણે પાણીથી પ્રજ્વલિત થનારા દીવાની માંગ લોકો કરી રહ્યા છે. આ સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે અને પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. લોકો 5 દિવસ સુધી ઘી અને તેના દીવા પ્રજ્વલિત કરતા હોય છે, જે મોંઘવારીમાં ખૂબ જ મુશ્કેલ થાય તેવી પરિસ્થિતિ છે, ત્યારે આ ખૂબ જ સુરક્ષિત પણ છે અને સસ્તા પણ છે. હવાથી ઓલવાઈ પણ જતા નથી અને બાળકોને દાઝવાની પણ બીક રહેતી નથી.