નવી દિલ્હી: Petrol Diesel Price Today 4 July: ઓઇલ કંપનીઓએ રવિવારે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel) ના ભાવમાં વધારો કર્યો છે. જેથી સામાન્ય વ્યક્તિની મુશ્કેલીઓ વધી ગઇ છે. સામાન્ય વ્યક્તિ પહેલાં જ ઘટતી જતી આવક અને મોંઘવારી સામે ઝઝૂમી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની (Delhi) માં પેટ્રોલના ભાવમાં 35 પૈસાના વધારા સાથે વધીને 99.51 રૂપિયા થઇ ગઇ છે. તો બીજી તરફ ડીઝલ (Diesel) 18 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 89.36 રૂપિયા થઇ ગયું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Petrol ના ભાવમાં વધારો છતાં કારનું વેચાણ 3 ગણું વધ્યું, લો બોલો, ક્યાં મોંઘવારી નડે છે!


ચેન્નઇ (Petrol) માં હવે પેટ્રોલ 100.44 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 9.3.91 પ્રતિ લીટર છે. પેટ્રોલના ભાવ દિલ્હી અને કલકત્તામાં પણ 100 ની સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. કલકત્તામાં આજે પેટ્રોલ 99.45 પ્રતિ લીટર અને ડીઝલ 92.27 પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. મુંબઇ બીજું મેટ્રો શહેર છે. જ્યાં પેટ્રોલના ભાવ 105.58 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયું છે. 

Top 10 Car List: જૂન મહિનામાં આ 10 કાર્સ બની લોકોની પહેલી પસંદ, ખરીદતાં પહેલાં જોઇ લેજો યાદી


નવા વધારા સાથે પેટ્રોલ (Petrol) ના ભાવ આખા દેશમાં શતક ફટકારવાની નજીક પહોંચી ગયા છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને કેટલાક શહેરો અને કસબામાં પેટ્રોલના દર 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયા છે.

January To June સુધીના 6 મહિનામાં કઈ ગાડીને લોકોએ બનાવી સુપરસ્ટાર? આ રહ્યું લિસ્ટ


1 મેના રોજ 90.40 રૂપિયા પ્રતિ લીટરની કિંમતથી શરૂ થઇને હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 99.51 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે, જે ગત 60 દિવસોમા6 9.11 રૂપિયા પ્રતિ લીટર છે. આ પ્રકારે રાજધાનીમાં ડીઝલના ભાવ પણ ગત બે મહિનામાં 8.63 રૂપિયા પ્રતિ લીટર વધીને દિલ્હીમાં 89.36 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube