નવી દિલ્હીઃ દેશભરમાં 22 મે એટલે કે બુધવારે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરી દેવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતોના આધાર પર દેશમાં ઈંધણની કિંમતો નક્કી કરવામાં આવે છે. આ કારણે ક્રૂડ ઓયલની કિંમતોમાં ફેરફારની અસર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળે છે. દેશમાં દરરોજ સવારે 6 કલાકે સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ નક્કી કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સામાન્ય નાગરિકની નજર રહે છે. આજે દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol Diesel Price 22 May 2024) અપડેટ કરવામાં આવી છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ પોતાની વેબસાઇટ પર પેટ્રોલ અને ડીઝલની કિંમતોને જારી કરે છે. 


પેટ્રોલ ડીઝલના નવા ભાવ(Petrol-Diesel Latest Rates)
રાજસ્થાની દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા તો, ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા અને ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લીટર છે. 
કોલકત્તામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા છે.
ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા તો ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર છે. 


ગુજરાતના વિવિધ શહેરોમાં પેટ્રોલની કિંમત



ગુજરાતના વિવિધ શહેરોમાં ડીઝલની કિંમત



ઘરે બેઠા ચેક કરો પેટ્રોલ-ડીઝલની કિંમત
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો નવો રેટ તમે એસએમએસ દ્વારા જાણી શકો છો. જો તમે ઈન્ડિયન ઓયલના ગ્રાહક છો તો તમારે RSP ની સાથે શહેર કોડ નાખી  9224992249 નંબર પર મેસેજ મોકલવો પડશે. જો તમે  BPCL ના ગ્રાહક છો તો  RSP લખી 9223112222  નંબર પર મેસેજ કરી પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો.