પેટ્રોલના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો, ડીઝલ સ્થિર, જાણો આજનો ભાવ
ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ચાલી રહેલી ઉથલ પાથલ વચ્ચે ઘરેલૂ બજારમાં પેટ્રોલની કિંમતમા6 સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો. ગુરૂવારે 6 પૈસા પ્રતિ લીટરના ઘટાડા બાદ પેટ્રોલમાં શુક્રવારે 11 પૈસાનો ઘટાડો થયો. બીજી તરફ ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે કોઇ ફેરફાર થયો નથી. આ પહેલાં ગુરૂવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 6 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. દિલ્હીમાં શુક્રવારે સવારે પેટ્રોલના ભાવ 72.69 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો. તો બીજી તરફ ડીઝલ 66.00 રૂપિયાના સ્તર પર યથાવત રહ્યું.
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ચાલી રહેલી ઉથલ પાથલ વચ્ચે ઘરેલૂ બજારમાં પેટ્રોલની કિંમતમા6 સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો. ગુરૂવારે 6 પૈસા પ્રતિ લીટરના ઘટાડા બાદ પેટ્રોલમાં શુક્રવારે 11 પૈસાનો ઘટાડો થયો. બીજી તરફ ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે કોઇ ફેરફાર થયો નથી. આ પહેલાં ગુરૂવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 6 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. દિલ્હીમાં શુક્રવારે સવારે પેટ્રોલના ભાવ 72.69 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો. તો બીજી તરફ ડીઝલ 66.00 રૂપિયાના સ્તર પર યથાવત રહ્યું.
મેટ્રો સિટીમાં પેટ્રોલના ભાવ
શુક્રવારે કલકત્તામાં પેટ્રોલના ભાવ 7 પૈસા અને મુંબઇ તથા ચેન્નઇમાં 8 પૈસા પ્રતિ લીટર ઘટ્યો. આ સાથે કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ ક્રમશ: 75.37 રૂપિયા, 78.34 રૂપિયા અને 75.53 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો. ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી, એટલા માટે આ જૂના સ્તર પર ક્રમશ: 68.19 રૂપિયા, 69.17 રૂપિયા અને 69.72 રૂપિયા પ્રતિ લીટર પર રહ્યો હતો.
તમને જણાવી દઇએ કે 1 જુલાઇ 2019ના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 70.44 રૂપિયા અને ડીઝલની કિંમત 64.27 રૂપિયા પ્રતિ લીટર હતી. પાંચ જુલાઇના રોજ રજૂ થયેલા સામાન્ય બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી અને સેસ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બંનેના ભાવમાં તેજી આવી હતી. ઇન્ટરનેશનલ લેવલ પર WTI ક્રૂડ 54.98 ડોલર પ્રતિ બેરલ અને બ્રેંટ ક્રૂડ 62.02 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો છે.