નવી દિલ્હીઃ કાચા તેલનો ભાવ 115 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ચુક્યો છે, તેમ છતાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના દબાવને કારણે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા નથી. જ્યારે તેણે ઉંચા ભાવ પર કાચુ તેલ આંતરરાષ્ટ્રીય બજારમાંથી આયાત કરવું પડી રહ્યું છે. તેવામાં તેલ કંપીઓને પેટ્રોલ ડીઝલ વેચવા પર ખુબ નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાનથી બચવા માટે તેલ કંપનીઓએ 16 માર્ચ 2022 સુધી 12 રૂપિયા પ્રતિ લીટરથી વધુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે એક રિપોર્ટમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય તેલની કિંમતોની સાથે- જેના પર ઘરેલૂ ઈંધણ છૂટક કિંમત જોડાયેલી છે. સરકારી તેલ કંપનીઓને બ્રેક ઈવન એટલે કે નુકસાન ખતમ કરવા માટે 16 માર્ચ, 2022 સુધી કે તેની પહેલાં 12.1 રૂપિયા પ્રતિ લીટરના વધારાની જરૂર છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે એક રિપોર્ટમાં કહ્યું કે, તેલ કંપનીઓ માટે માર્જિનને સામેલ કર્યા બાદ કિંમતોમાં 15.1 રૂપિયાના વધારાની જરૂર છે. 


આ પણ વાંચોઃ Gold Silver Price : સોનામાં તેજીનો માહોલ, 14 મહિના બાદ રેકોર્ડ સ્તરે પહોંચ્યો ભાવ


હકીકતમાં આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતો ગુરૂવારે નવ વર્ષમાં પ્રથમવાર 120 અમેરિકી ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગઈ અને શુક્રવારે થોડા ઘટાડા બાદ 111 અમેરિકી ડોલર પર પહોંચી હતી. પરંતુ ખર્ચ અને છૂટક દરો વચ્ચેનું અંતર માત્ર વધ્યું છે. તેલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)ની માહિતી અનુસાર, 3 માર્ચે ભારતમાં ક્રૂડ ઓઈલની ખરીદી વધીને બેરલ દીઠ $117.39 થઈ ગઈ, જે 2012 પછી સૌથી વધુ છે. જ્યારે નવેમ્બર 2021 ની શરૂઆતમાં, ક્રૂડ ઓઇલની ભારતીય બાસ્કેટ કિંમત બેરલ દીઠ સરેરાશ $ 81.5 હતી.


પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી
જો કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 4 નવેમ્બર 2021થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે કાચા તેલની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. હકીકતમાં દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે અને તેના પરિણામો 10 માર્ચે આવશે. એવું માનવામાં આવે છે કે ચૂંટણીમાં હારના કારણે સરકારી ઓઈલ કંપનીઓ કાચા તેલની કિંમતોમાં જબરદસ્ત વધારો કરવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરી રહી નથી. પરંતુ 7મી માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની આશંકા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube