• આજે પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલમાં 33 પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે

  • સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે લોકોના બજેટ પર ભારણ પડી રહ્યું છે


Petrol-Diesel Price Today:પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. પેટ્રોલનો પ્રતિ 1 લીટરનો ભાવ રૂપિયા 98.93 પૈસા પર પહોંચ્યો છે. જ્યારે કે, ડીઝલનો પ્રતિ 1 લીટરનો ભાવ રૂપિયા 97.46 પૈસા પહોંચી ગયો છે. પેટ્રોલ ડીઝલમાં થયેલો આ તોતિંગ ભાવવધારો લોકોને આર્થિક રીતે ભાંગી નાંખશે. આજે પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલમાં 33 પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે. સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે લોકોના બજેટ પર ભારણ પડી રહ્યું છે. લોકોનું કહેવું છે કે, કોરોનાકાળમાં તેમની આવક ઘટી છે અને તેની સામે સતત જીવન જરૂરિયાતી વસ્તુઓનો ભાવ વધારો થઈ રહ્યો છે. આ કારણે લોકો વાહનોનો ઉપયોગ ટાળી રહ્યા છે. સાથે જ તેમને ઘર ચલાવવામાં તકલીફ પડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : આ દિવસે ગુજરાતમાંથી વિદાય લેશે ચોમાસું, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ


સીએનજીના પણ ભાવ વધ્યા 
વાહન ચાલકો માટે પેટ્રોલ ડીઝલ બાદ સીએનજી ચાલકો માટે પણ માઠા સમાચાર આવ્યા છે. પેટ્રોલ ડીઝલ (Crude Oil Prices) બાદ સીએનજી ગેસના ભાવોમાં વધારો થયો છે. સીએનજી ગેસ (CNG gas) ના ભાવમાં 2.56 રૂપિયાનો વધારો થયો છે. આજથી સીએનજીમાં નવો ભાવ લાગુ પડશે. સીએનજીનો જૂનો ભાવ 56.30 રૂપિયા હતો, જે હવે વધીને 58.86 રૂપિયા થયો છે. 


આમ, હવે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો ભાવ 100 રૂપિયા નજીક પહોંચવા આવ્યો છે. સરકારી તેલ કંપની (Petroleum Products) ઓ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી રહી છે. દેશભરમાં આ ભાવવધારો લાગુ થઈ રહ્યો છે. 


આ પણ વાંચો : ગુજરાતના CM બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલની પહેલી ચેલેન્જ ‘ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી’


SMS દ્વારા જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ
તમે તમારા ઘરે બેઠા SMS દ્વારા તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો તેમના મોબાઈલથી RSP સાથે સિટી કોડ દાખલ કરીને 9224992249 પર મેસેજ મોકલશે. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. સંદેશ મોકલ્યા પછી, તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે.