ગુજરાતના CM બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલની પહેલી ચેલેન્જ ‘ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી’
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Municipal Corporation Election) ની ચૂંટણી થવાની છે. આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ચાલી રહ્યો છે. ગઈકાલે ચૂંટણીના પડધમ શાંત થઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આવતીકાલે પહેલી ચૂંટણી યોજાવાની છે. આ રાજકીય ઉથલપાથલમાં ભુપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી (Gujarat CM) બન્યા છે. આવતીકાલે રવિવારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે, ત્યારે આવામાં ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) માટે આ ચૂંટણી પહેલી ચેલેન્જ બની રહેશે.
ગાંધીનગરના 11 વોર્ડમાં 162 ઉમેદવારોમાંથી 44 ઉમેદવારોની ચૂંટણી માટે લગભગ 2.30 લાખ મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે. આવતીકાલે 3 ઓક્ટોબરે મતદાન થશે, અને 5 ઓક્ટોબરના રોજ મત ગણતરી (GMC Election Result) થશે. આ વચ્ચે જરૂર પડવા પર કેટલીક વિશેષ સીટ માટે 4 ઓક્ટોબરના રોજ ફરીથી પણ મતદાન થશે.
BJP, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ
ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી બન્યા બાદની આ પહેલી ચૂંટણી છે. ગાંધીનગરનું ઈલેક્શન એપ્રિલ મહિનામાં થવાનુ હતું, પરંતુ કોવિડ મહામારીને કારણે તેને અટકાવી દેવાયુ હતું. આ વખતે ચૂંટણીમાં ભાજપ, વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ છે. બીજેપી અને કોંગ્રેસે 44 સીટ પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. તો આપ પાર્ટીએ 40 ઉમેદવાર ઉતાર્યા છે.
2016 ના ઈલેક્શનમાં BJP અને કોંગ્રેસે બરાબરની સીટ મળી હતી
ગત 2016 ના ઈલેક્શનમાં ભાજપ અને કોંગ્રેસને કુલ 32 સીટમાંથી દરેકને 16 સીટ મળી હતી. જોકે, થોડા દિવસોમાં જ કોંગ્રેસના બે ઉમેદવાર ભાજપમાં સામેલ થયા હતા. જેનાથી ભાજપે જીતનો ભગવો ગાંધીનગર મહાનગરપાલિકા પર લહેરાવ્યો હતો. જે ઉમેદવારોએ પાર્ટી બદલી હતી, તે પ્રવીણ પટેલ ગાંધીનગરના નવા મેયર બન્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે