fuel rates in india: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે 6 વાગ્યાની આસપાસ WTI ક્રૂડ પ્રતિ બેરલ 73.56 ડોલર પર વેચાઈ રહ્યું હતું.  બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $ 79.07 પર પહોંચી ગયું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. ભારતમાં, દરરોજ સવારે 6 વાગ્યે આ ભાવ જાહેર થાય છે. જૂન 2017 પહેલાં દર 15 દિવસે ભાવમાં સુધારો કરવામાં આવતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનમાં ઠંડીનો કહેર -40 ડિગ્રી તાપમાન, બીજિંગમાં 300 કલાક સુધી ઝીરોથી નીચે પારો
First Look: રણબીર-આલિયાએ ફેન્સ બતાવ્યો પુત્રીનો ચહેરો, ફેન્સે વર્ષાવ્યો ખૂબ પ્રેમ


ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ 78 પૈસાના વધારા સાથે વેચાઈ રહ્યું છે. હરિયાણામાં પેટ્રોલ 14 પૈસા અને ડીઝલ 13 પૈસા મોંઘુ થયું છે. આ સિવાય ઓડિશા, તેલંગાણા, રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ 44 પૈસા અને ડીઝલ 43 પૈસા સસ્તું થયું છે. ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલ 35 પૈસા સસ્તું થયું છે. પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને અરુણાચલ પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.


દવાઓનો બાપ ગણાય છે આ રાઈથી નાના દાણા : કેટલીક બિમારીઓનો તો ગણાય છે કાળ
Petroleum India History: એક હાથીએ શોધ્યું હતું ભારતમાં ઓઇલ, 150 વર્ષ જૂની છે આ કહાની


ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
- દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 90.08 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
- કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
- ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.74 અને ડીઝલ રૂ. 94.33 પ્રતિ લીટર


આ શહેરોમાં ભાવમાં કેટલો ફેરફાર થયો?
- નોઈડામાં પેટ્રોલ 96.76 રૂપિયા અને ડીઝલ 89.93 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
- ગાઝિયાબાદમાં ડીઝલની કિંમત 96.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.52 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.
- લખનૌમાં પેટ્રોલ 96.74 રૂપિયા અને ડીઝલ 89.93 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
- પટનામાં પેટ્રોલ 107.59 રૂપિયા અને ડીઝલ 94.36 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
- પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 84.10 રૂપિયા અને ડીઝલ 79.74 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.


Swapna Shastra: સપનામાં પ્રભુ રામ દેખાય તો મળે આ ખાસ સંકેત, જાણી લો મતલબ
બીપી ગોળીઓમાંથી છુટકારો મેળવવો હોય તો બ્રેકફાસ્ટમાં એડ કરો 5 વસ્તુ, પછી જુઓ જાદૂ


દરરોજ સવારે 6 વાગ્યે જાહેર થાય છે નવા ભાવ..
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે અને નવા દરો જાહેર થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેમની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલા મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.


Skin Care: શિયાળાની સિઝનમાં ચહેરા પર થઇ જાય છે ખિલ, આ 6 ટિપ્સથી મેળવો છુટકારો
આ રહ્યું ખીલની સમસ્યાનું કાયમી સોલ્યુશન, છોકરાઓ અને છોકરીઓ બંને કરી શકે છે ઉપયોગ


આ રીતે જાણી શકાય છે ભાવ...
તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર પણ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો 9224992249 નંબર પર RSP અને તેમનો સિટી કોડ ટાઇપ કરીને માહિતી મેળવી શકે છે અને BPCL ગ્રાહકો RSP અને તેમનો સિટી કોડ ટાઇપ કરીને નંબર 9223112222 પર SMS મોકલીને માહિતી મેળવી શકે છે. HPCL ઉપભોક્તા HPPprice અને તેમનો સિટી કોડ ટાઈપ કરીને અને 9222201122 નંબર પર મોકલીને કિંમત જાણી શકે છે.


ખાંસીથી પરેશાન છો, તો ઘરે જ બનાવો કફ સિરપ
Women's Health: Periods ના દુખાવાને ઓછો કરવા શું ખાવું અને શું ન ખાવું?