Rules Changes From July 2023 : હાલ દરેક વ્યક્તિને મોંઘવારીની ચિંતા સતાવી રહી છે. જીવન જરૂરિયાતી વસ્તુઓના સતત વધતા ભાવથી લોકોને ડર લાગી રહ્યો છે. ભાવ ઉંચેને ઉંચે જઈ રહ્યા છે, પણ નીચે ઉતરતા નથી. આવામાં હવે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાની ફરીથી ચર્ચા ઉઠી છે. 1 જુલાઈથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની ડીલર વર્તુળોમાં જોરદાર ચર્ચા ચાલી રહ્યાં છે. આ ચર્ચાથી નાગરિકો ગેલમાં આવી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત એમ છે કે, ક્રુડના ભાવ સતત નીચે ઉતરી રહ્યાં છે. આ કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ઘટે તે માટે સતત દબાણ વધી રહ્યું છે. ત્યારે ચર્ચા ઉઠી છે કે, 1 જુલાઈથી સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જાહેર કરે તેવી પૂરતી શક્યતા છે. જો આવુ થયુ તો લોકોના ખિસ્સાનો ભાર હળવો થશે. જોકે, સરકાર કેટલો ભાવ ઘટાડો જાહેર કરે તેની કોઈ માહિતી હજી નથી. 


ગુજરાતના આ પાટીદાર શિક્ષક વિદ્યાર્થીઓના છે ફેવરિટ સર, તેમનો ક્લાસ આવે મજા પડી જાય છે


ક્રુડના ભાવ 66 ડોલર ઘટી ગયા છે. આ વાતને 14 માસ જેટલો સમય વીતી ગયો છે. છતાં પેટ્રોલ કે ડીઝલમાં કોઈ રાહત મળી નથી. ઉપરથી જીવન જીરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ સતત ઉંચા જઈ રહ્યાં છે. ટામેટા, ઘઉં, કઠોળ, વગેરેના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે. તેમજ ક્રુડના ભાવ ઘટ્યા છતાં, 2022 ના મે મહિના બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. આ કારણે લોકો આ અંગે રાહતના સમાચાર ક્યારે આવે તેની રાહમાં છે. 


રાજ્યસભાની રેસમાં કોણ રહેશે ને કોણ જશે? આ બે જુના જોગીઓ પર ભાજપ ફરી દાવ ખેલશે?


એક ચર્ચા એવી પણ છે કે, રશિયાએ ભારતને સસ્તુ ક્રુડ ઓઈલનુ વેચાણ ક્રયું છતાં તેનો લાભ નાગરિકોને મળતોનથી. ત્યારે આ જાહેરાત ક્યારે થશે. પેટ્રોલ-ડીઝલના તોતિંગ ભાવને કારણે લોકોની કમર તૂટી રહી છે. મોંઘવારી ફાટીને ધુમાડે ગઈ છે. આવામાં લોકોને હવે ક્યાંક રાહત મળે તેવી આશા જાગી છે. 


હાલની વાત કરીએ તો, ગુજરાતમાં લગભગ 5500 કરતા વધુ પેટ્રોલ અને ડીઝલના પેટ્રોલ પંપ આવેલા છે. અમદાવાદની વાત કરીએ તો, હાલ પેટ્રોલનો ભાવ 96.42 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.17 રૂપિયા ચાલી રહ્યો છે. આવામા સરકાર કેટલો ભાવ ઘટાડો જાહેર કરી તે હજી ખબર નથી. 


વડાપ્રધાન મોદીએ મંગળવારે ભોપાલની મુલાકાત દરમિયાન પેટ્રોલના ભાવ પર ખુલીને વાત કરી હતી. જે બાદ પેટ્રોલની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમણે પેટ્રોલના દર પર રાજનીતિ કરવા બદલ વિરોધ પક્ષોની ટીકા કરી હતી.


પાટીલનું સપનું તોડવા ગોહિલનો ગેમપ્લાન, 30 દિવસમાં એવું કરશે કે ભાજપને ટેન્શન આવશે