સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, આ છે આજનો ભાવ
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડના 60 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચવાથી ડોમેસ્ટિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેન્ડ ક્રૂડ 60 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચવાથી ડોમેસ્ટિડ બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા દિવસોમાં પેટ્રોલ આશરે એક વર્ષના નિચલા સ્તર પર ગયા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મંગળવારે સતત છઠ્ઠા દિવસે તેલની કિંમતોમાં વધારો થયો છે. દિલ્હીમાં પહેલા જ તેલની કિંમતો 70ના સ્તરને પાર કરી ગઈ હતી. મંગળવારે પેટ્રોલમાં પ્રતિ લીટર 28 પૈસાનો વધારો થયો છે.
આ છે ચાર મહાનગરોના ભાવ
દિલ્હીમાં મંગળવારે સવારે એક લીટર પેટ્રોલનો ભાવ 70.41 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. તો ડીઝલના ભાવમાં પણ 29 પૈસાના વધારા સાથે 64.47 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે પહોંચી ગયું છે. આ સિવાય કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલમાં ક્રમશઃ 72.52 રૂપિયા, 76.05 રૂપિયા અને 73.08 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું છે. તો ડીઝલમાં પણ 29 પૈસાથી લઈને 31 પૈસા સુધીનો વધારો થયો છે. કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં ડીઝલ ક્રમશઃ 66.24 રૂપિયા, 67.49 રૂપિયા અને 68.09 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે.
50 ડોલર સુધી પહોંચી ગયા હતા ભાવ
જાણકારોનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં વધારો થવાથી આગામી કેટલાક દિવસો સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોંઘવારી બની રહશે. 27 ડિસેમ્બરથી સતત કાચુ તેલ મોંઘુ થવાનો સિલસિલો ચાલી રહ્યો છે. અત્યારે બ્રેન્ટ ક્રૂડ 60 ડોલર પ્રતિ બેરલની નજીક ચાલી રહ્યું છે. જો કાચા તેલની કિંમત આ સ્તરથી વધે તો પેટ્રોલ અને ડીઝલમાં એક-બે રૂપિયાનો વધારો થઈ શકે છે. છેલ્લા દિવસોમાં કાચા તેલની કિંમતોમાં 50 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગઈ હતી.