નવી દિલ્હી: ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત થોડા દિવસોની તેજી આવ્યા બાદ સ્થાનિક બજારમાં સતત ચાર દિવસ સુધી પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price) ના ભાવમાં તેજી આવી છે. ચાર દિવસ બાદ સોમવારે ભાવમાં રાહત જોવા મળી અને ભાવ જૂના સ્તર પર યથાવત રહ્યા. આ પહેલાં રવિવારે પેટ્રોલમાં 6 પૈસા અને ડીઝલમાં પણ 6 પૈસા પ્રતિ લીટરની તેજી આવી હતી. ગત ચાર દિવસમાં પેટ્રોલ 27 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 29 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ
સોમવારે સવારે દિલ્હીમાં પેટ્રોલ જૂના સ્તર 72.03 રૂપિયા ડીઝલ 65.43 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર યથાવત રહ્યો. આ ઉપરાંત કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ રવિવારે ક્રમશ: 74.76 રૂપિયા, 77.71 રૂપિયા અને 74.86 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. તો બીજી તરફ કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ક્રમશ: 67.84 રૂપિયા, 68.62 રૂપિયા અને 69.16 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે.


જાણકારોના અનુસાર આગામી સમયમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં નબળાઇ આવવાની આશા છે. તેની અસર સ્થાનિક બજારમાં જોવા મળશે. સોમવારે સવારે ઇન્ટરનેશનલ લેવલ પર WTI ક્રૂડ વધીને 60.62 ડોલર પ્રતિ બેરલ અને બ્રેંટ ક્રૂડ 66.89 ડોલર પ્રતિ બેરલના સ્તર પર ચાલી રહ્યો છે.