નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel price) રેકોર્ડ કિંમત પર પહોંચ્યા બાદ ઓઇલ કંપનીઓ ગ્રાહકોને સતત રાહત આપી રહી છે. શુક્રવારે સવારે સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવમાં ફરીથી ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે ડીઝલમાં બે દિવસની સ્થિરતા બાદ 10 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ જૂના સ્તર એટલે કે 73.27 રૂપિયા અને ડીઝલ સસ્તુ થઇને 66.31 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરે 1 રૂપિયાથી વધુનો ઘટાડો આવી ચૂક્યો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં પણ લગભગ એક રૂપિયો ઘટ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાના વેતન-ભથ્થામાં 66 ટકાનો વધારો, 306 કરોડ રૂપિયા મળ્યા


શુક્રવારે સવારે કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 75.92 રૂપિયા, 78.88 રૂપિયા અને 76.10 રૂપિયાના સ્તર પર છે. ડીઝલનો ભાવ ક્રમશ: 68.67 રૂપિયા, 69.61 રૂપિયા અને 70.05 રૂપિયાના સ્તર પર છે. જાણકારોનું કહેવું છે કે હાલ ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતાનો માહોલ છે. 

દિવાળીની ભેટ, 25 ઓક્ટોબરે પગારમાં ઉમેરાઇને આવશે 5% DA


સાઉદી અરામકો પર હુમલા બાદ અત્યાર સુધી પેટ્રોલમાં લગભગ અઢી રૂપિયા પ્રતિ લીટરની તેજી નોંધાવામાં આવી અને ડીઝલનો ભાવ પણ દોઢ રૂપિયાથી વધુ મોંઘો થઇ ગયો છે. શુક્રવારે સવારે બ્રેંટ ક્રૂડ 59.69 ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યૂટીઆઇ ક્રૂડ 53.88 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો છે.