આ વર્ષે સૌથી મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમાં પણ જોવા મળી તેજી
આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમતમાં નરમાઇ વચ્ચે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થિરતા જોવા મળી. આ પહેલાં ગુરૂવારે પેટ્રોલમાં 8 પૈસા પ્રતિ લીટરની તેજી આવી હતી, કલકત્તામાં પેટ્રોલ 12 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલના જૂના ભાવ સ્તર 73.35 રૂપિયા પ્રતિ લીટર પર રહ્યા. વર્ષ 2019માં દિલ્હીમાં પેટ્રોલનો હાઇ છે. અત્યાર સુધી આ પહેલાં મંગળવારે ઓઇલ કંપનીઓએ દિલ્હી, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલમાં છ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમતમાં નરમાઇ વચ્ચે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થિરતા જોવા મળી. આ પહેલાં ગુરૂવારે પેટ્રોલમાં 8 પૈસા પ્રતિ લીટરની તેજી આવી હતી, કલકત્તામાં પેટ્રોલ 12 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલના જૂના ભાવ સ્તર 73.35 રૂપિયા પ્રતિ લીટર પર રહ્યા. વર્ષ 2019માં દિલ્હીમાં પેટ્રોલનો હાઇ છે. અત્યાર સુધી આ પહેલાં મંગળવારે ઓઇલ કંપનીઓએ દિલ્હી, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલમાં છ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.
બાળકો અને યુવાનોને ઘરડાં બનાવી રહી છે FaceApp, પરંતુ શું આ એપ તમારા માટે સુરક્ષિત છે?
તમારા શહેરના ભાવ
ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ પર શુક્રવારે અપડેટ કરવામાં આવેલા ભાવ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 73.35 રૂપિયા, 75.77 રૂપિયા, 78.96 રૂપિયા અને 76.19 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ જૂના સ્તર પર ક્રમશ: 66.24 રૂપિયા, 68.31 રૂપિયા અને 69.43 રૂપિયા અને 69.97 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
ટૂંક સમયમાં લોન્ચ થશે 108MP કેમેરાવાળો સ્માર્ટફોન, ક્લિક થશે શાનદાર ફોટોઝ
તમને જણાવી દઇએ કે દિલ્હીમાં પેટ્રોલના ભાવ ગત સાડા સાત મહિનાના હાઇ લેવલ પર છે. આ પહેલાં 29 સપ્ટેમ્બર 2018ના રોજ રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 73.24 રૂપિયા પ્રતિ લીટર હતો. તો બીજી તરફ 28 નવેમ્બરના રોજ પેટ્રોલનો ભાવ 73.57 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર હતો. ઇન્ટરનેશનલ લેવલ પર ડબલ્યૂટીઆઇ ક્રૂડ 56.27 ડોલર પ્રતિ બેરલ અને બ્રેંટ ક્રૂડ 63.10 ડોલર પ્રતિ બેરલના સ્તરના સ્તર પર હતો.