Gold Rate Today: આજે ધડાધડ તૂટ્યા સોના-ચાંદીના ભાવ, સોનામાં જોરદાર કડાકો જોવા મળતા 10 ગ્રામ સોનાનો આટલો થયો રેટ

સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગત અઠવાડિયે કડાકા બાદ આજે સોમવારે નવા અઠવાડિયાના પહેલા દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઉપર અને શરાફા બજારમાં સોનાના ભાવમાં ભારે કડાકો જોવા મળ્યો છે. જો લગ્ન ટાણે સોનું કે ચાંદી લેવાનું પ્લાન કરી રહ્યા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો. 

શરાફા બજારમાં ભાવ

1/3
image

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 873 રૂપિયા તૂટીને 75867 રૂપિયાની સપાટીએ પહોંચ્યું જે શુક્રવારે 76,740 રૂપિયાની સપાટીએ બંધ થયું હતું. જ્યારે ચાંદીમાં 1,332 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને ભાવ આજે 88,051 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો જે શુક્રવારે 89,383 રૂપિયાની સપાટીએ બંધ થયો હતો. 

વાયદા બજારમાં ભાવ

2/3
image

ભારતીય વાયદા બજાર MCX પર સોનું 692 રૂપિયાના કડાકા સાથે 75,682 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર જોવા મળ્યું. શુક્રવારે તે 76,374 પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 831 રૂપિયા તૂટીને 88,050 રૂપયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર જોવા મળી જેનો ગત ક્લોઝિંગ ભાવ 88,881 રૂપિયા હતો. 

ખાસ નોંધ

3/3
image

અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.