સતત બીજા દિવસે મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, આ રહ્યો આજનો ભાવ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સોમવારે આવેલી તેજી બાદ મંગળવારે પણ ભાવમાં વધારો થયો. સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં તેજી જોવા મળી. દિલ્હી સહિત ચારો મહાનગરોમાં મંગળવારે પેટ્રોલ 5 પૈસા મોંઘુ થયું. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 71.17 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું.
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સોમવારે આવેલી તેજી બાદ મંગળવારે પણ ભાવમાં વધારો થયો. સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં તેજી જોવા મળી. દિલ્હી સહિત ચારો મહાનગરોમાં મંગળવારે પેટ્રોલ 5 પૈસા મોંઘુ થયું. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 71.17 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું. મંગળવારે ડીઝલના ભાવમાં 9 થી 10 પૈસા પ્રતિ લીટરે વધારો થયો. આ સાથે જ દિલ્હીમાં ડીઝલ 66.20 રૂપિયાના સ્તર જોવા મળ્યો. ગત એક અઠવાડિયાથી પેટ્રોલના ભાવમાં લગભગ 2 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો.
આજના પેટ્રોલ-ડીઝલના ભાવ
દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 71.17 રૂપિયા, 76.76 રૂપિયા, 73.22 રૂપિયા અને 73.84 રૂપિયાના સ્તર આવી ગયા. બીજી તરફ ડીઝલના ભાવમાં 9 થી 10 પૈસાની તેજી જોવા મળી. આ તેજી બાદ દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં ભાવ ક્રમશ: 66.20 રૂપિયા, 69.34 રૂપિયા, 67.93 રૂપિયા અને 69.95ના સ્તર પર જોવા મળ્યા.
સ્થાનિક ઓઇલ કંપની દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવની સમીક્ષા કરે છે અને નવા ભાવ સવારે 6 વાગ્યાથી પેટ્રોલ પંપો પર લાગૂ થાય છે. ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવના આધારે ઘરેલૂ કિંમતો નક્કી કરે છે. તેના માટે 15 દિવસની સરેરાશ કિંમતને આધાર બનાવવામાં આવે છે. આ ઉપરાંત રૂપિયો અને ડોલરના વિનિમય દરથી ઓઇલના ભાવ પ્રભાવિત થાય છે.