નવી દિલ્હી: પેટ્રોલના ભાવમાં શુક્રવારે સામાન્ય વધારો નોંધાયો હતો, પરંતુ ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે રાહત આપી. દેશની રાજધાની દિલ્હીમાં બે દિવસમાં ડીઝલ 15 પૈસા પ્રતિ લીટર સ્સસ્તું થયું છે. ઓઇલ કંપનીઓએ શુક્રવારે દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવમાં પાંચ પૈસા પ્રતિ લીટરનો વધરો કર્યો, જ્યારે ડીઝલના ભાવમાં દિલ્હી, કલકત્તા અને ચેન્નઇમાં સાત પૈસા અને મુંબઇમાં આઠ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ: 72.76 રૂપિયા, 74.84 રૂપિયા, 78.38 રૂપિયા અને 75.57 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ ઘટીને ક્રમશ: 66.65 રૂપિયા અને 68.44 રૂપિયા પ્રતિ લીટર, 69.81 રૂપિયા અને 70.43 રૂપિયા પ્રતિ લીટર પર છે. 


જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ
Voter ID માં છે ખોટી જાણકારી, ઘરબેઠા ચપડીમાં કરો અપડેટ કરો નામ, સરનામું અને ફોટો


શહેરોના નામ પેટ્રોલ/પ્રતિ લીટર ડીઝલ/પ્રતિ લીટર
અમદાવાદ 70.20 રૂપિયા 69.63 રૂપિયા
રાજકોટ 70.26 રૂપિયા 69.76 રૂપિયા
સુરત 70.28 રૂપિયા 69.84 રૂપિયા
વડોદરા 69.94 રૂપિયા 69.35 રૂપિયા
ગાંધીનગર 68.14 રૂપિયા 67.53 રૂપિયા

તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.  

ટ્રિપલ રિયર કેમેરા સાથે લોન્ચ થયો Vivo X27 અને Vivo X27 Pro, જાણો કિંમત અને ફીચર્સ


એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે.