પાંચ દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, જાણો આજનો ભાવ
ઓક્ટોબર મહિનાની શરૂઆતથી અત્યાર સુધી પેટ્રોલના ભાવ લગભગ 1.25 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. તો બીજી તરફ ડીઝલમાં પણ પ્રતિ લીટરે 1 રૂપિયાનો ઘટાડો થયો છે.
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel price)ના ભાવમાં થોડા દિવસોથી ચાલી રહેલી સ્થિરતાનો માહોલ મંગળવારે તૂટી ગયો હતો. દિલ્હીમાં પાંચ દિવસ બાદ પેટ્રોલના ભાવમાં ઘટાડો આવ્યો હતો, તો બીજી તરફ ડીઝલમાં પણ એક દિવસની સ્થિરતા બાદ ઘટાડો નોંધાયો છે. આ પહેલાં સોમવારે પેટ્રોલ-ડીઝલ બંનેના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. મંગળવારે સવારે દિલ્હીમાં પેટ્રોલમાં 5 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે અને આ 73.22 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો. આ પ્રકારે ડીઝલમાં 6 પૈસાનો ઘટાડો થયો છે અને આ 66.11 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર જોવા મળી રહ્યો છે.
ઓક્ટોબર મહિનાની શરૂઆતથી અત્યાર સુધી પેટ્રોલના ભાવ લગભગ 1.25 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. તો બીજી તરફ ડીઝલમાં પણ પ્રતિ લીટરે 1 રૂપિયાનો ઘટાડો થયો છે. મંગળવારે સવારે કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ ક્રમશ: 75.78 રૂપિયા, 78.83 રૂપિયા અને 76.05 રૂપિયાના સ્તર પર છે. ડીઝલના ભાવમાં પણ ક્રમશ: 68.47 રૂપિયા, 69.47 રૂપિયા, અને 69.84 રૂપિયાના સ્તર પર છે. જાણકારોનું કહેવું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતાનો માહોલ આગળ પણ ચાલુ રહેશે.
સાઉદી અરામકો પર હુમલા બાદ થોડા દિવસો પહેલાં પેટ્રોલના ભાવમાં લગભગ અઢી રૂપિયા પ્રતિ લીટરની તેજી નોંધાઇ હતી. તો બીજી તરફ ડીઝલ પણ દોઢ રૂપિયો મોંઘુ થયું હતું. હવે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા બાદ બજારમાં પણ કિંમતમાં ઘટાડો આવી રહ્યો છે. મંગળવાર સવારે બ્રેંટૅ ક્રૂડ 58.94 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ 53.49 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું છે.