નવી દિલ્હી: સાઉદી અરામકોના પ્લાન્ટ પર ડ્રોન હુમલાના લગભગ 10 દિવસ બાદ પણ ઘરેલૂ બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Price) માં ઝડપથી સિલસિલો ચાલુ છે. દુનિયાભરમાં ઓઇલ સપ્લાય ઘટવાથી ઓઇલના રેટમાં સૌથી વધુ અસર એશિયાઇ બજારોમાં જોવા મળી રહી છે. ભારતીય બજારમાં સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Price) માં તેજી જોવા મળી છે. સોમવારે સવારે પેટ્રોલના ભાવ 29 પૈસા પ્રતિ લીટરની તેજી સાથે 73.91 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 19 પૈસા પ્રતિ લીટરની તેજી સાથે 66.93 રૂપિયા સ્તર પર પહોંચી ગયો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુશખબરી, આ કર્મચારીઓને પણ મળશે 7th Pay Commission મુજબ પગાર


સાત દિવસમાં 1.90 રૂપિયાની તેજી
ગત લગભગ 10 મહિનામાં પેટ્રોલનો આ સૌથી વધુ ભાવ છે. આ પહેલાં 27 નવેમ્બર 2018ના રોજ દિલ્હીમાં 74.07 રૂપિયાના સ્તર પર વેચાઇ રહ્યું હતું. ગત સાત દિવસમાં જ પેટ્રોલના ભાવમાં 1.90 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 1.40 રૂપિયા પ્રતિ લીટરની તેજી આવી છે. આ પહેલાં રવિવારે પેટ્રોલમાં 27 પૈસા અને ડીઝલમાં 21 પૈસાની તેજી આવી હતી. 

બેન્કના કામકાજ ફટાફટ પતાવજો, 4 લાખ કર્મચારીઓની 'આ' તારીખથી 2 દિવસની દેશવ્યાપી હડતાળ 


તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
સોમવારે સવારે પેટ્રોલના ભાવ વધીને કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ક્રમશ: 76.60 રૂપિયા, 79.57 રૂપિયા અને 76.84 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા. તો બીજી તરફ ડીઝલના ભાવ પણ ક્રમશ: 69.35 રૂપિયા, 70.22 રૂપિયા અને 70.77 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા. જાણકારોનું કહેવું છે કે આગામી દિવસોમાં ક્રૂડના ભાવમાં વધુ તેજી આવવાની સંભાવના છે. તેની સતત અસર સ્થાનિક બજારોમાં પણ જોવા મળી રહી છે.


શુક્રવારે સવારે બ્રેંટ ક્રૂડની તેજી સાથે 63.79 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ 58.65 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયા. તમને જણાવી દઇએ કે પાંચ જુલાઇના રોજ થયેલા બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂ અને સેસ લગાવવામાં આવી હતી. ત્યારબાદ બંનેની કિંમતમાં દોઢથી અઢી રૂપિયા પ્રતિ લીટરની તેજી આવી હતી.