નવી દિલ્હી: દિવાળી બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પહેલા મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પણ પેટ્રોલ ડીઝલનો ભાગ તૂટી ગયો છે. મંગળવાર સવારે પેટ્રોલના ભાવમાં 6 પૈસા અને ડીઝલમાં 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે સવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ઘટીને 72.92 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. ત્યારે ડીઝલ પણ 65.85 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દિવાળીના તહેવારો નિમિત્તે RBIએ બજારમાં ઠાલવી 1700 કરોડની નવી નોટો


મંગળવાર સવારે કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 75.57 રૂપિયા, 78.54 રૂપિયા અને 75.73 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું છે. ત્યારે ડીઝલના ભાવ પણ ક્રમશ: 68.21 રૂપિયા, 69.01 રૂપિયા અને 69.56 રૂપિયાના સ્તર પર જોવા મળ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ક્રુ઼ડ ઓઇલના ભાવમાં સ્થિરતા આજે પણ જોવા મળી રહી છે. ઓક્ટોબરની શરૂઆતથી અંત સુધી પેટ્રોલના ભાવમાં 1.50 રૂપિયા પ્રતિ લીટકથી પણ વધારે ઘટાડો આવ્યો છે. ત્યારે ડીઝલનો ભાવ પણ 1.25 રૂપિયા પ્રતિ લીટરથી વધારે તૂટ્યો છે.


આ પણ વાંચો:- Muhurat Trading 2019 : સેન્સેક્સમાં 192 અને નિફ્ટીમાં 44 પોઈન્ટનો વધારો


સાઉદી અમરાકો પર હુમલા બાદ કેટલાક દિવસમાં પેટ્રોલના ભાવમાં લગભઘ 2.50 રૂપિયા  પ્રતિ લીટરનો વધારો નોંધાયો હતો. ત્યારે ડીઝલમાં પણ 1.50 રૂપિયાથી વધારે મોંઘુ થયું હતું. હવે ક્રુડ ઓઇલના રેટમાં ઘટાડો થવાના કરાણે ઘરેલુ બજારમાં પણ કિંમતમાં ઘટાડો આવી રહ્યો છે. મંગળ સવારે બ્રેટ ક્રુડ 61.24 ડોલર પ્રતિ બેરલ અને ડબ્યૂટૂઆઇ ક્રુડ 55. રૂપિયા પ્રતિ બેરલના સ્તર પર છે.


જુઓ Live TV:-


બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...