Muhurat Trading 2019 : સેન્સેક્સમાં 192 અને નિફ્ટીમાં 44 પોઈન્ટનો વધારો

નિફ્ટી 50ના આ શેરોમાં તેજીઃ નિફ્ટી 50મા સામેલ જે કંપનીઓના શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી તેમાં ટાટા મોટર્સ (17.86%), યસ બેન્ક (5.37%), મહિન્દ્ર એન્ડ મહિન્દ્રા (2.04%), વેદાંતા (2.04%), અને ઇન્ફોસિસ (1.96%) સામેલ રહ્યાં હતા.

Muhurat Trading 2019 : સેન્સેક્સમાં 192 અને નિફ્ટીમાં 44 પોઈન્ટનો વધારો

નવી દિલ્હીઃ સવંત 2076ની શરૂઆત શેર બજારમાં ઉછાળ સાથે થઈ હતી. દિવાળીના દિવસે થયેલા મુહૂર્ત કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ 344 પોઈન્ટના વધારાની સાથે કારોબાર કરતો જોવા મળ્યો તો નિફ્ટીએ પણ 11,650નું સ્તર પાર કર્યું હતું.  મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન નફાવસૂલીને કારણ સેન્સેક્સ 192 પોઈન્ટના વધારા સાથે  39,250.20ના સ્તર પર નિફ્ટી 44.10 પોઈન્ટના વધારા સાથે 11,628.00ના સ્તર પર બંધ થઈ હતી. નિફ્ટી 50મા સામેલ 50 કંપનીઓમાથી 29 વધારા સાથે બંધ થયા તો 21 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

નિફ્ટી 50ના આ શેરોમાં તેજીઃ નિફ્ટી 50મા સામેલ જે કંપનીઓના શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી તેમાં ટાટા મોટર્સ (17.86%), યસ બેન્ક (5.37%), મહિન્દ્ર એન્ડ મહિન્દ્રા (2.04%), વેદાંતા (2.04%), અને ઇન્ફોસિસ (1.96%) સામેલ રહ્યાં હતા. તો ભારતી ઇન્ફ્રાટેલ, કોલ ઈન્ડિયા, ટાઇટન, ગ્રાસિમ અને ઝીલમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. 

સેક્ટરલ સૂચકઆંકની સ્થિતિઃ તમામ સેક્ટરલ સૂચકઆંક મુહૂર્ત ટ્રેડિંગમાં લીલા નિશાન પર બંધ થયા હતા. સૌથી વધુ તેજી નિફ્ટી ઓટોમાં જોવા મળી જે 1.37 ટકાના વધારા સાથે બંધ થઈ હતી. 

શું હોય છે મુહૂર્ત ટ્રેડિંગઃ પ્રત્યેક વર્ષ દિવાળીના અવસર પર બંબઈ સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એક કલાકનું વિશેષ ટ્રેડિંગ સેશન આયોજીત કરે છે. તેને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. આ નવા સંવતની શરૂઆતના સ્વાગત તરીકે આયોજીત કરવામાં આવે છે. ઘણા કારોબારીઓનું માનવું છે કે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર દરમિયાન કમાયેલો નફો આવનારા વર્ષમાં સમૃદ્ધિ લઈને આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news